(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.29: જુનિયર ચેમ્બર ઈન્ટરનેશલ સંસ્થા 18 વર્ષથી 40 વર્ષના યુવાનો માટે કાર્યરત સંસ્થા છે. જેસીઆઈ નવસારીની 59 મી ઈન્સ્ટોલેશન સેરેમની તેમજ 58 મો એવોર્ડ સમારંભ નવસારીના સાઇ રેસ્ટોરેન્ટ ખાતે તારીખ 28 ઓક્ટોબરને સોમવારે યોજવામાં આવ્યો હતો. સમારંભમાં જેસી જલ્પેશ સાકરીયાની નવા પ્રમુખ તરીકે વરણી કરી શપથ લેવડાવવા આવ્યા સાથે ગવર્નિંગ બોર્ડના નવા મેમ્બર્સનાં નામોની યાદી જાહેરાત કરવામાં આવી. જેસી જલ્પેશ સાકરીયાએ આવનાર વર્ષોમાં જેસીઆઈ નવસારીને નવા મુકામે પોહચડશે એવી બાહેંધરી આપી હતી. ગત વર્ષના પર પ્રમુખ કામિનીબેન શુક્લના અધૂરા કાર્યો તેમજ પ્રોજેક્ટને આગળ ધપાવવા ઉત્સાહ દેખાડ્યો હતો. 2024 ના જેસીઆઈ નવસારીના પ્રમુખ કામિનીબેન શુક્લએ વર્ષ દરમિયાન થયેલ કાર્યોની સૂચિનો રિપોટ્સ રજૂ કર્યો હતો તેમજ શ્રેષ્ઠ કાર્યો કરનાર ગવર્નિંગ બોર્ડના સભ્યોને એવોર્ડ આપીસન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભમાં મોટી સંખ્યામાં જેસીઆઈ પરિવાર હાજર રહ્યો હતો. કાર્યક્રમમાં ભૂતપર્વ પ્રમુખોએ પણ હાજરી આપી હતી. ચીફ ગેસ્ટ અજય ફૂડના અજય સોલંકી, ગેસ્ટ ઓફ ઓનર ઓલ બ્રાઈટના ઘ્ખ્ પ્રણવ પટેલ, ઝોન આઠના ચેરપર્સન જેસી સંજય જોશી, ઝોન આઠના ચ્શ્ર.ક્ષ્સ્ભ્ જેસી સાહિલ દેસાઈ એ હાજરી આપી હતી હતી. કાર્યક્રમનું સંચાલન જેસી હર્ષિલ શાહ તેમજ જેસી નિમિષા પરીખે કર્યું હતું. આભારવિધિ જેસી રાહુલ સોનીએ કરી હતી.

Previous post