January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.29: જુનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશલ સંસ્‍થા 18 વર્ષથી 40 વર્ષના યુવાનો માટે કાર્યરત સંસ્‍થા છે. જેસીઆઈ નવસારીની 59 મી ઈન્‍સ્‍ટોલેશન સેરેમની તેમજ 58 મો એવોર્ડ સમારંભ નવસારીના સાઇ રેસ્‍ટોરેન્‍ટ ખાતે તારીખ 28 ઓક્‍ટોબરને સોમવારે યોજવામાં આવ્‍યો હતો. સમારંભમાં જેસી જલ્‍પેશ સાકરીયાની નવા પ્રમુખ તરીકે વરણી કરી શપથ લેવડાવવા આવ્‍યા સાથે ગવર્નિંગ બોર્ડના નવા મેમ્‍બર્સનાં નામોની યાદી જાહેરાત કરવામાં આવી. જેસી જલ્‍પેશ સાકરીયાએ આવનાર વર્ષોમાં જેસીઆઈ નવસારીને નવા મુકામે પોહચડશે એવી બાહેંધરી આપી હતી. ગત વર્ષના પર પ્રમુખ કામિનીબેન શુક્‍લના અધૂરા કાર્યો તેમજ પ્રોજેક્‍ટને આગળ ધપાવવા ઉત્‍સાહ દેખાડ્‍યો હતો. 2024 ના જેસીઆઈ નવસારીના પ્રમુખ કામિનીબેન શુક્‍લએ વર્ષ દરમિયાન થયેલ કાર્યોની સૂચિનો રિપોટ્‍સ રજૂ કર્યો હતો તેમજ શ્રેષ્ઠ કાર્યો કરનાર ગવર્નિંગ બોર્ડના સભ્‍યોને એવોર્ડ આપીસન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સમારંભમાં મોટી સંખ્‍યામાં જેસીઆઈ પરિવાર હાજર રહ્યો હતો. કાર્યક્રમમાં ભૂતપર્વ પ્રમુખોએ પણ હાજરી આપી હતી. ચીફ ગેસ્‍ટ અજય ફૂડના અજય સોલંકી, ગેસ્‍ટ ઓફ ઓનર ઓલ બ્રાઈટના ઘ્‍ખ્‍ પ્રણવ પટેલ, ઝોન આઠના ચેરપર્સન જેસી સંજય જોશી, ઝોન આઠના ચ્‍શ્ર.ક્ષ્સ્‍ભ્‍ જેસી સાહિલ દેસાઈ એ હાજરી આપી હતી હતી. કાર્યક્રમનું સંચાલન જેસી હર્ષિલ શાહ તેમજ જેસી નિમિષા પરીખે કર્યું હતું. આભારવિધિ જેસી રાહુલ સોનીએ કરી હતી.

Related posts

ભારતીય સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી મુખ્‍યાલય નવી દિલ્‍હી ખાતેના નિર્દેશક સંદીપ રાણાએ સેલવાસ સ્‍થિત ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર અને દમણના ખેલો ઇન્‍ડિયા વોલીબોલ સેન્‍ટરની લીધેલી મુલાકાત: સંઘપ્રદેશ પ્રશાસનના કાર્યોની કરેલી સરાહના

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્‍દ્રમાં માનસિક અશક્‍ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

vartmanpravah

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

vartmanpravah

Leave a Comment