(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: મુંબઈના મલાડમાં યોજાયેલાᅠકાર્યક્રમમાં વલસાડ વાપીમાં રહેતા અને દક્ષિણ ગુજરાત માહ્યાવંશીᅠએકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠસાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024 પુરસ્કારથી સન્માનવામાં આવતા માહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે.
મૂળ વલસાડ અને હાલ વાપીમાંરહેતા તેમજᅠશ્રી દક્ષિણ ગુજરાતᅠમાહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠમહારાષ્ટ્રના મલાડ પヘમિમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સંકુલમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં ‘‘સાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ 2024” પુરસ્કારથી સન્માનવામાં આવતા સમગ્રᅠમાહ્યાવંશી સમાજ અને વલસાડ-વાપીનું ગૌરવ વધાર્યું છે. મુંબઈમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાંᅠફિલ્મી કલાકારો, અભિનેતાઓ, જાણીતા ગાયકો, ટીવી કલાકારો સહિત મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.