June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.29: દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળી નિમિત્તે ધનતેરસના શુભ દિવસે એટલે કે તારીખ 29 ઓક્‍ટોબર મંગળવારે નવસારીનાં દુધિયા તળાવ સ્‍થિત આશાપુરી મંદિર હોલ ખાતે જેસીઆઈ નવસારી દ્વારા રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 25 જેટલા સ્‍પર્ધકોએભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં રીટાબેન કૌર તેમજ પ્રજ્ઞાબેન સોનીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે સોનલ નાયક, દ્વિતીય ક્રમે મયુર પટેલ, તૃતીય ક્રમે વિધિ ગોળવાળા તેમજ ચોથા ક્રમે મેઘના પટેલ રહ્યાં હતાં. રંગોળી સ્‍પર્ધાના પ્રોજેક્‍ટ ચેરમેન જેસી હર્ષદા સાકરીયા, પ્રોજેકટ ડિરેક્‍ટર જેસી જેસલ શાહ, પ્રો. કન્‍સલ્‍ટસન જેસી નિમિષા પરીખ રહ્યાં હાજર રહ્યાં હતાં.
જેસીઆઇ નવસારીનાં હાલના પ્રમુખ જેસી જલ્‍પેશ સાકરીયા તેમજ ગત વર્ષનાં પ્રમુખ જેસી કામિનીબેન શુકલ હાજર રહી સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધાર્યો હતો. જેસી ધર્મિષ્ઠા મહેતા જેજે રીદયા સાવલા તેમજ જેજે પાર્થ ટોપીવાલાએ હાજરી આપી હતી. દરેક સ્‍પર્ધકને ઓલ બ્રાઇટ તરફથી સફાઈ સ્‍પોન્‍જ આપવામાં આવ્‍યા હતા.

Related posts

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરાયેલ સેલવાસથી સામરવરણી તરફના રીંગ રોડના બ્રીજ ઉપર તિરાડો પડી

vartmanpravah

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

Leave a Comment