Vartman Pravah
દીવ

રાષ્‍ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને સ્‍તનપાન અંગેની તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને પ્રશાસન દ્વારા કાર્યરત સોશિયલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રી જતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દીવ દ્વારા સપ્‍ટેમ્‍બર-2021ને ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ તા 16/09/2021ના દિવસે બાલવિકાસ પરિયોજના અધિકારી શ્રી કાર્યાલય ખાતે ખાસ નવજાત શિશુઓ માટે ડો.જાગળતિ સોલંકી દ્વારા ત્‍ળ્‍ઘ્‍જ્‍ (કેવલ સ્‍તનપાન)અંગેની તાલીમ આંગણવાડી કાર્યકર્તા બહેનોને આપવામાંઆવી હતી.
જેમાં નવજાત શિશુને જન્‍મબાદ પ્રથમ કલાકમાં માત્ર માતાનું પહેલું પીળું ઘટ દુધ આપવું જોઈએ. આ દુધથી બાળકની રોગ પ્રતિકારક શક્‍તિમાં વધારો થાય છે. માતાનું દુધ બાળક માટે પહેલું રસીકરણ છે. પ્રથમ કલાકમાં શિશુને સ્‍તનપાન કરાવવાથી શરીરને ઠંડુ પડતું અટકાવી શકાય છે. તેમજ સ્‍તનપાન માટેના કોઈ વિકલ્‍પ માત્ર એક જ સંકલ્‍પ, ‘બાળક માટે સ્‍તનપાનએ જ અમળતપાન’ ના સુત્રથી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાલવિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર. જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં ડિસ્‍ટ્રિક્‍ટ કોઓડીનેટર શ્રી ચિરાગભાઈ શાહ, બ્‍લોક -કોર્ડિનેટર કળતિકા ચુડાસમાનાઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્‍યો હતો.
આ અવસરે જિલ્લા સમન્‍વયક શ્રી દેવાંગ પારકરા અને જિલ્લા સમન્‍વયર દીપા વાજા, દીવ મહિલા શક્‍તિ કેન્‍દ્ર વિભાગ તેમજ અશ્વિનીબેન સોલંકી વન સ્‍ટોપ સેન્‍ટરનાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોવિદ-19ને ધ્‍યાનમાં રાખી દરેક નિયમોનું પાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજ ખાતે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર સેમીનાર યોજાયો

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

Leave a Comment