December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

દિલ્‍હીમાં આયોજીત કાર્યક્રમમાં મહામહિમ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવ્‍યો પુરસ્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
જાહેર આરોગ્‍ય, હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ અને આરોગ્‍યના ક્ષેત્રમાં સુધાર લાવવાનીસાથે સાથે નર્સિંગ સેવાને વ્‍યવસ્‍થિત રૂપ આપવાની દિશામાં ઉલ્લેખનીય યોગદાન આપવા માટે ભારતના રાષ્‍ટ્રપતિ દ્વારા દર વર્ષે રાષ્‍ટ્રીય ફલોરેન્‍સ નાઈટિંગેલ એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. આ એવોર્ડ નર્સિંગના ક્ષેત્રમાં ભારત માટે સર્વોચ્‍ચ સન્‍માન છે. વર્ષ ર0ર1માં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બે અએનએમ શ્રીમતી વિક્‍ટોરીયા નારોન્‍હા, આરોગ્‍ય કલ્‍યાણ કેન્‍દ્ર-પટલારા, દમણ અને શ્રીમતી સમદા કામલી, આરોગ્‍ય કલ્‍યાણ કેન્‍દ્ર, માંદોની, દાદરા નગર હવેલીને પોતાના ક્ષેત્રમાં ઉત્‍કૃષ્‍ટ કામ કરવા માટે તા. 15મી સપ્‍ટેમ્‍બર, ર0ર1ના દિલ્લીમાં આયોજીત કાર્યક્રમમાં મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ઓનલાઈન પુરસ્‍કાર પ્રદાન કરવામાં આવ્‍યા હતા.
પ્રદેશનું આરોગ્‍ય વિભાગ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દરરોજ પ્રદેશના નાગરિકોના ઉત્‍કૃષ્‍ટ આરોગ્‍ય સેવા આપવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્‍વરૂપ આજે આરોગ્‍યના ક્ષેત્રમાં પ્રદેશ સર્વશ્રેષ્‍ઠ કાર્ય કરી રહ્યા છે. જેના માટે ભારત સરકાર દ્વારા પ્રદેશના આરોગ્‍ય વિભાગને ઘણા રાષ્‍ટ્રીય પુરસ્‍કારોથી નવાજવામાં આવ્‍યા છે. આજ ક્રમમાં પ્રદેશના બે કર્મઠ એએનએમને રાષ્‍ટ્રીય ફલોરેન્‍સ નાઈટિંગેલ એવોર્ડ મળ્‍યો છે.
આ સંદર્ભે વધુ જાણકારી આપતા સ્‍વાસ્‍થ્‍ય નિર્દેશકડો.વી.કે.દાસે જણાવ્‍યું હતું કે, આજનો દિવસ ખુશીનો દિવસ છે. પ્રદેશના સ્‍વાસ્‍થ્‍ય કર્મી દ્વારા 25થી 30વર્ષથી કરવામા આવેલ સરાહનીય કાર્યનું પરિણામ છે જે એમને ભારત સરકાર દ્વારા સર્વોચ્‍ચ સન્‍માન તરીકે મળ્‍યા છે. આરોગ્‍ય વિભાગનો મુખ્‍ય ઉદેશ્‍ય છે દરેક નાગરિકોને સારી સ્‍વાસ્‍થ્‍ય સેવા પુરી પાડવાની છે.આવનાર દિવસોમા આરોગ્‍ય વિભાગ આ જ રીતે લોકોની સેવામાં કાર્ય કરતા રહેશે.

Related posts

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવની આકસ્મિક તપાસમાં ઉજાગર સોમનાથ ગ્રામ પંચાયતમાં વહીવટી અનિયમિતતાઃ દસ્તાવેજાની જાળવણીમાં કચાશ

vartmanpravah

Leave a Comment