December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

  • યુ.કે.માં ટેલરિંગનું કામ જાણતી મહિલાઓની અધિક માંગ

  • દમણ જિ.પં.નાસભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે ઉપસ્‍થિત રહી મહિલાઓનું કરેલું ઉત્‍સાહવર્ધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
દમણ જિલ્લા પંચાયત દ્વારા ભારત સરકારની રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત પટલારા કોમ્‍યુનીટિ હોલ ખાતે આજે ટેલરિંગ ક્‍લાસનો આરંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં પટલારા અને મગરવાડા ગામની બહેનોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
દમણ જિલ્લામાં પ્રશાસન દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે મશરૂમની ખેતી, પાપડ-અચારના ઉત્‍પાદન બાદ હવે ટેલરિંગ ક્‍લાસનો આરંભ કરાવાયો છે. દમણના ઘણાં લોકો યુ.કે. ખાતે સ્‍થાયી થયેલ છે. યુ.કે.માં ટેલરિંગનું કામ જાણતી મહિલાઓની માંગ પણ અધિક છે અને દમણમાં ઘરઆંગણે પણ મહિલાઓ સિલાઈ કામ દ્વારા પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ બની શકે છે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
પ્રારંભમાં રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેઈનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ ખાનવેલ-દાનહના ડાયરેક્‍ટર શ્રી સુનિલ માલીએ ટેલરિંગની સાથે આત્‍મનિર્ભર બનવા માટેની રસાળ શૈલીમાં સમજ આપી હતી. આ કાર્યક્રમમાં પટલારાના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં એન.આર.એલ.એમ.ના સ્‍ટેટમિશન મેનેજર સુશ્રી દીક્ષા શર્મા, ડીસ્‍ટ્રીક્‍ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર શ્રી ઉમેશ કિડેચાએ ભારે મહેનત કરી હતી.

Related posts

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણમાં રહેતી 12 વર્ષિય બાળાને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે કરેલી ધરપકડ આઈપીસીની 376 અને પોક્‍સો એક્‍ટની કલમ 4 મુજબ નોંધેલો ગુનો

vartmanpravah

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

Leave a Comment