Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્‍તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે

રેડ, ઓરેન્‍જ અને ગ્રીન કેટેગરી બાદ વાઈટ કેટેગરીનો સમાવેશ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રાલયે 39 જેટલા વાઈટ કેટેગરીના ઉદ્યોગો રાજ્‍ય પ્રદૂષણનિયંત્રણ બોર્ડની સીટીઈ (કન્‍સેન્‍ટ ટું એસ્‍લાબીશ) માટેની પૂર્વ મુંજરી લેવાથી મુક્‍તિ આપી છે. હવેથી ઉદ્યોગ શરૂ કરવા માટે ફક્‍ત જાણકારી આપવાની રહે છે. તેથી વાપીના કેટલાક ઉદ્યોગો રનીંગ અને નવા સ્‍થપાનાર ઉદ્યોગોને ફાયદો થશે.
દેશમાં ઉદ્યોગ સ્‍થાપના પહેલા એર પોલ્‍યુશન અને વોટર એક્‍ટ મુજબ સંબંધિત રાજ્‍યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી સીટીઈ લેવી ફરજીયાત હતી. કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા નવા સુધારામાં 20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા 39 જેટલા ઉદ્યોગોને કન્‍સેન્‍ટ ટુ એસ્‍ટાબ્‍લીશ (સીટીઈ) અંગે મુક્‍તિ આપવામાં આવી છે. ફક્‍ત જીપીસીબીને ઉદ્યોગ શરૂ કરતા પહેલાં જાણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ઉદ્યોગો માટે રેડ, ઓરેન્‍જ અને ગ્રીન ત્રણ કેટેગરી અસ્‍તિત્‍વમાં હતી તે પછી પર્યાવરણ મંત્રાલયે ઉદ્યોગોની સમિક્ષા કરી વાઈટ કેટેગરીનો ઉમેરો કર્યો છે. લઘુત્તમ અને બિન પ્રદૂષિત ઉદ્યોગોને વાઈટ કેટેગરીમાં મુક્‍યા છે. જેમાં એર કુલર, એસી એસેમ્‍બલી તથા રિપેરીંગ સર્વિસ, સાયકલ બેબીગાડીની એસેમ્‍બલી, વેસ્‍ટ પેપર બેલીંગ, ચાનું મિશ્રણ, અને પેકીંગ, ફાઉન્‍ડી નગરના પ્રિન્‍ટીંગ બ્‍લોક, ઈલેક્‍ટ્રીક લેમ્‍પ એસેમ્‍બલી તેમજ ફલાય એસ દ્વારા ઈંટ ઉત્‍પાદનોનો સમાવેશ થાય છે.

Related posts

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

vartmanpravah

ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની વરણી : ઓબીસી સમુદાયમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

વલસાડ હનુમાન ભાગડાના મહિલા સરપંચ પાણી મામલે અન્ન, પાણીત્‍યાગ સાથે અનસન પર ઉતરી

vartmanpravah

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

vartmanpravah

વાપી જીઆઈડીસીના પોકેટ ગાર્ડનો દુર્દશાગ્રસ્‍તઃ કંપનીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા ગાર્ડનની સાર સંભાળ વિસરાઈ

vartmanpravah

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

Leave a Comment