Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હનુમાન ભાગડાના મહિલા સરપંચ પાણી મામલે અન્ન, પાણીત્‍યાગ સાથે અનસન પર ઉતરી

ગામમાં 15 દિવસમાં એક કલાક પાણી મળે છે તેથી સરપંચ પ્રીતિબેન પટેલ ગ્રામજનો સાથે કલેકટર કચરી સામે રણસિંગું ફૂંકયુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ પાસે આવેલ હનુમાન ભાગડા ગામમાં પડી રહેલ પાણીની મુશ્‍કેલીને લઈ આજે સોમવારે ગામના મહિલા સરપંચએ રાણસીગું ફૂંકયું હતું. ગ્રામજનો સાથે પાણી, અન્નનો ત્‍યાગ કરી કલેકટર કચેરી સામે અનશન શરૂ કરતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.
હનુમાન ભગડા ગામમાં પાણીની ભારે કટોકટી ખુબ લાંબા સમય થઈ ચાલી રહી છે, ગામના નાગરિકો પારાવાર મુશ્‍કેલી વેઠી રહ્યા છે. 15 દિવસે માંડ માંડ એક કલાક પાણી મળે છે. તેથી ગામના મહિલા સરપંચ પ્રીતિબેન પટેલ અને ગામની મહિલાઓ અને ગ્રામજનો આંદોલન છેડી દીધું હતું. આજે સરપંચ અને લોકો કલેકટર કચેરી સામે અન્ન, જળનો ત્‍યાગ કરી અનશન શરૂ કર્યા હતા. સરપંચ અને મહિલાઓ સાથે માથે માટલા લઈ કલેક્‍ટર ઓફિસે પહોંચ્‍યા હતા અને પાણી માટે ઉચ્‍ચ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્‍યું હતું અને લલકાર કર્યો હતો કે અહીંથી આ માટલાઓમાં પાણી લઈને જઈશું ત્‍યાં શુધી અમે અન્ન, જળ લઈશું નહીં. ગ્રામજનોનો રોષ અને ગુસ્‍સો જોઈ વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું.

Related posts

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

vartmanpravah

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment