Vartman Pravah
Breaking Newsજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

  • આજે સ્‍વામીનારાયણના સંત કપિલ સ્‍વામી, પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા તથા ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીની ઉપસ્‍થિતિમાં સમાજના દાતાઓનું કરાનારૂં જાહેર સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ જિલ્લા કોળી પટેલ સમાજને દમણના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર શ્રી હરિશભાઈ ડી. પટેલે રૂપિયા 1 લાખ 33 હજાર 333નું માતબર દાન આપી એક નવા ઈતિહાસનું સર્જન કર્યું છે. શ્રી હરિશભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ પણ છે અને તેમના ધર્મપત્‍ની શ્રીમતી રીનાબેન પટેલ દમણ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ તરીકે કાર્યરત છે.
આવતી કાલે દમણ જિલ્લા કોળી સમાજના ભવન ખાતે શ્રી કપિલ સ્‍વામી અને પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા તથા ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા)ની ઉપસ્‍થિતિમાં સમાજના દાતાઓનું સન્‍માન પણ કરાનારૂં છે. શ્રી હરિશભાઈ પટેલ ઉપરાંત દમણ જિલ્લા કોળી પટેલ સમાજના દુણેઠાના અગ્રણી શ્રી નાનુભાઈ પટેલે રૂા.11 હજાર 111, ભેંસરોડના શ્રી બાબુભાઈ પટેલે (સર્વેયર) રૂા.10 હજાર 101, પટલારાના શ્રી સુભાષભાઈ પટેલેરૂા.5 હજાર 301નું દાન સમાજની સહયોગ નિધિમાં કર્યું છે.

Related posts

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

આજે દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવને આનંદ-ઉલ્લાસથી ઉજવાશે

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

Leave a Comment