October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીના પોકેટ ગાર્ડનો દુર્દશાગ્રસ્‍તઃ કંપનીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા ગાર્ડનની સાર સંભાળ વિસરાઈ

અનેક પોકેટ ગાર્ડન વૃક્ષારોપણ કરીને વિકસાવાય છે પરંતુ આ ગાર્ડન પ્રજા માટે કોઈ ઉપયોગી થતા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં પર્યાવરણની જાળવણી માટે અનેકવાર વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાય છે. ફોટો સેશન થાય છે. જીઆઈડીસીમાં કોર્નર કે ખાંચાની જાહેર જમીનો ઉપર પોકેટ ગાર્ડન બનાવાની આવકાર્ય કામગીરી થઈ રહી છે. આવા પોકેટ ગાર્ડન બનાવાયા બાદ જે તે કંપનીઓ ગાર્ડન દત્તક લઈને ેતની સાર સંભાળ અને જાળવણીની જવાબદારી લેતી હોય છે પરંતુ થોડો સમય બાદ કંપની તેવી જવાબદારી વિસરી જતી હોય છે. પરિણામે એસ્‍ટેટના અનેક પોકેટ ગાર્ડન દુર્દશાગ્રસ્‍ત બની ચુકેલા નિહાળાઈ રહ્યા છે.
વી.આઈ.એ., વી.જી.ઈ.એલ., નોટિફાઈડ ઓથોરિટી, સહયોગી સંસ્‍થાઓ જી.પી.સી.બી., જી.આઈ.ડી.સી. સંયુક્‍ત પ્રયાસે વાપીના પર્યાવરણની જાળવણી માટે ઉમદા પ્રયાસો કરી રહેલ છે. વૃક્ષારોપણ અને પોકેટ ગાર્ડન એસ્‍ટેટમાં બનાવાયા છે. આવા પોકેટ ગાર્ડન જે તે કંપની દત્ત લેતી હોય છે. જેની જવાબદારી ઉછેરવાની અને જતન કરવાની કંપનીની હોય છે પરંતુ થોડા સમય બાદ પોકેટ ગાર્ડનોધૂળ ખાતા થઈ જતા હોય છે. તેનું શ્રેષ્‍ઠ ઉદાહરણ આવિક ફાર્માનો પોકેટ ગાર્ડન છે. બીજા પણ છે. ગો ગ્રીન સોસાયટીનું સુત્ર સાર્થક થતું જોવા નથી મળી રહ્યું. તેવી કડવી વાસ્‍તવિકતા પણ સપાટી ઉપર છે.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: 210704 મતથી ધવલ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment