October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

થર્ડ ફેઈઝમાં લાંબા સમયથી પેન્‍ડીંગ ટાવર નં.17 થી 34 સહિત ઓવરહેડ ટાવર હટાવાશે : પુષ્‍કળ જગ્‍યા ખાલી થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં ડી.જી.વી.સી.એલ.ના તોતીંગ ઓવરહેડ ટાવરોની હારમાળા પથરાયેલી છે. ટાવર નં.17 થી 34 સુધી ટાવર તોડી પાડવાની રજૂઆત વી.આઈ.એ. દ્વારા પાછલા 10 વર્ષથી કરાતી હતી. અંતે વી.આઈ.એ.માં થોડા સમય પહેલા વી.આઈ.એ. અને ઉર્જા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે મળેલી રિવ્‍યુ બેઠકમાં લેવાયેલ નિર્ણયની અસર ગુરુવારે થઈ હતી. રોડ ઉપરના ટાવરો તોડી પાડવાની કામગીરીનો આરંભ થયો છે.
વાપી થર્ડફેઈઝમાં ડીજીવીસીએલના ટાવર નં.17 થી 34 સુધીની હારમાળા પથરાયેલી છે અને પુસ્‍કળ પ્રમાણમાં જમીન રોકાયેલી છે તેથી વી.આઈ.એ. ટાવર હટાવવાની વિનંતી અને લડત ચલાવી રહેલ. તે અંતર્ગત વી.આઈ.એ.માં નાણા-ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનીઅગ્રતામાં યોજાયેલ રિવ્‍યુ બેઠકમાં એડવાઈઝરી બોર્ડ વી.આઈ.એ. તથા સેક્રેટરી સતિષ પટેલ, યોગેસ કાબરીયા, મિલન દેસાઈ, હેમંત પટેલ અને રોહીત સોનપુરા ટીમ વી.આઈ.એ.ની રજૂઆતનો અંત આવ્‍યો છે. ગુરુવારથી થર્ડ ફેઈઝના ઓવરહેડ ટાવરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અંડર ગ્રાઉન્‍ડ કેબલીંગનું કામ અંતિમ તબક્કામાં છે તેથી ટાવરો નિરર્થક પુરવાર થવાના હતા તેથી વસાહતમાં સારી એવી જમીન ટાવરોમાં દબાણ હેઠળ હતી તે છુટી થશે અને મોકલાશ વધશે.
——

Related posts

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધે છે, જ્‍યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે’

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા પાસેથી રૂા.16.92 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપાઈ

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah

Leave a Comment