Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જોડે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ, ઉમરગામના ધારાસભ્‍યોએ શુભેચ્‍છા મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્‍યું હતું.
દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીને હાલે ચાલી રહેલા શિયાળા સત્ર દરમ્‍યાન દિલ્‍હી પ્રધાનમંત્રીકાર્યાલય ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, કપરાડાના પૂર્વ ધારાસભ્‍ય શ્રી માધુભાઈ રાઉત એ શુભેચ્‍છા મુલાકાત કરી પ્રધાનમંત્રીજી પાસે માર્ગદર્શન મેળવ્‍યું હતું. આ તબક્કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ધારાસભ્‍યશ્રીએ કરેલા કાર્યોના જુના સંસ્‍મરણો યાદ કરી વર્તમાન સમયમાં સાંસદશ્રી અને જિલ્લાના તમામ ધારાસભ્‍યશ્રીઓની કામગીરીને બિરદાવ્‍યા હતા, તેમજ જિલ્લા ભાજપ ભાજપ સંગઠનની કામગીરીને બિરદાવી હતી.

Related posts

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment