June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ


11 નવદંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં: આદિવાસી વાદ્ય અને ઢોલ નગારાના સૂરો સાથે ફરેલા સપ્તપદીના ફેરા


સાંસદ લાલુભાઈ પટેલે દરેક સમાજને સમૂહલગ્ન કરવા પ્રેરિત કરવા કરેલું આહ્‌વાનઃ આદિવાસી સમાજના પ્રયાસની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા શ્રી દમણ જિલ્લા કોળી સમાજ હોલમાં શનિવાર તા.06-05-2023ના રોજ દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમૂહલગ્નમાં 11 દીકરા-દીકરીઓ અગ્નિની સાક્ષીએ અને ભૂદેવોના મંત્રોચ્‍ચાર વચ્‍ચે સાતફેરા ફરી લગ્ન બંધનમાં બંધાયા હતાં. જેને ઉપસ્‍થિત તમામ સમાજના આગેવાનોએ સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્‍યાહતાં.
દમણમાં શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા શનિવારે દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમૂહ લગ્નમાં 11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્‍યા હતાં. લગ્નના આ શુભ અવસરે આદિવાસી સમાજની પરંપરાગત શૈલીમાં ગ્રહશાંતક બાદ તમામ વરરાજાઓને શણગારેલા ઘોડાઓ પર બેસાડી આદિવાસી વાજિંત્રોના મધુર ધ્‍વનિ સંગાથે ભવ્‍ય વરઘોડો કાઢવામાં આવ્‍યો હતો. ઘોડા પર સવાર તમામ વરરાજાઓ વાજતે ગાજતે લગ્ન મંડપ સ્‍થળે પહોંચ્‍યા હતાં.
લગ્ન મંડપ સ્‍થળે ઉપસ્‍થિત બ્રાહ્મણો દ્વારા વરરાજાઓ સાથે વરકન્‍યાઓને લગ્ન વેદીમાં બેસાડી શાષાોક્‍ત વિધિવિધાન સાથે વિવાહ સંપન્ન કરાવ્‍યા હતાં. આ પ્રસંગે દમણ જિલ્લા આદિવાસી સમાજના શ્રી ભાવિક હળપતિએ જણાવ્‍યું હતું કે, શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પહેલા પ્રથમ વખત આયોજન કરવામાં આવેલા સમૂહ લગ્નમાં 11 જોડાઓને લગ્ન બંધનમાં બાંધ્‍યા હતા. આ બીજા સમૂહ લગ્નમાં પણ 11 જોડાઓ લગ્નના બંધનમાં બંધાયા છે. જે તમામ દીકરા-દીકરીઓ દમણના જ છે. જેને આશીર્વાદ આપવા સમાજના તમામ અગ્રણીઓને આમંત્રણ આપ્‍યું છે જે તમામ ઉપસ્‍થિત રહ્યા છે. સમાજમાં કુરિવાજો દૂર કરી લગ્ન પાછળ થતો અઢળક ખર્ચ બચીશકે. ગરીબ પરિવાર તેમની દીકરીઓના લગ્ન પણ ધામધૂમથી કરી શકે તેવા ઉદ્દેશ્‍ય સાથે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે. આવતા વર્ષે 21 જોડાઓને લગ્ન બંધનમાં બાંધીશું તેઓ અમારો સંકલ્‍પ છે.
સમુહલગ્નમાં નવદંપતિઓ આશીર્વાદ આપવા પધારેલા દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આ પહેલ ખૂબ જ સરાહનીય છે. સમૂહલગ્નના આયોજનથી ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ સમયસર પરણીને લગ્નજીવનની શરૂઆત કરી શકે છે. ઓછા ખર્ચે દીકરા-દીકરીઓના લગ્ન થઈ શકે છે. ઉંમરલાયક દીકરા-દીકરીઓને પરણાવવાની માતા-પિતાની ચિંતા હળવી થઈ શકે છે. આ પ્રકારના આયોજનમાં તેમના તરફથી હરહંમેશ સહયોગ મળતો રહ્યો છે. આજના સમૂહ લગ્નના આયોજન બદલ આદિવાસી સમાજના આગેવાનો અભિનંદનને પાત્ર છે.
ઉલ્લેખનીય છે કે, 11 નવદંપતિઓના આ સમૂહ લગ્નમાં તેઓને આશીર્વાદ આપવા સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપરાંત અદિવાસી સમાજના અધ્‍યક્ષ શ્રી ધીરુભાઈ ધોડી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, અગ્રણી શ્રી બાબુભાઈ પટેલ, દમણ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, સમાજસેવી શ્રી પિયુષભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અસ્‍પીભાઈ દમણિયા, શ્રી જયંતિભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તમામ નવદંપતિઓ ભેટસોગાદ આપી સુખી લગ્નજીવનની શુભકામના પાઠવી હતી.

Related posts

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વલસાડ હનુમાન ભાગડાના મહિલા સરપંચ પાણી મામલે અન્ન, પાણીત્‍યાગ સાથે અનસન પર ઉતરી

vartmanpravah

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

vartmanpravah

આ પેટા ચૂંટણી કોઈ સામાન્‍ય ચૂંટણી નથી, પરંતુ દાનહનું ભવિષ્‍ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છેઃ દેવેન્‍દ્ર ફડણવીસ

vartmanpravah

Leave a Comment