(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23
દક્ષિણી નૌસેના કમાનના ફલેગ ઓફિસર કમાંડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ એમ.એ.હમ્પી હોલીએ બુધવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દક્ષિણી નૌસેના કમાનના ફલેગ ઓફિસર કમાંડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ શ્રી મકરંદ અરવિંદ હમ્પીહોલી બુધવારે એરફોર્સના એરક્રાફટથી દમણ કોસ્ટગાર્ડ પહોંચ્યા હતા. જ્યાંથી વાઇસ એડમિરલ એમ. હમ્પીહોલી કચીગામ સચિવાલય પહોંચી, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન વાઈસ એડમિરલ શ્રી એમ.એ.હમ્પીહોલીએ પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે પણ લક્ષદ્વીપ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.
મુલાકાત દરમિયાન તેમણે પ્રશાસકશ્રીને ‘ર1મી સદીમાં ભારતીય નૌકાદળ’ નામનુ પુસ્તક પણ ભેટમાં આપ્યું હતું.
