(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વિસ્તારમાં શ્રમિકોનાં બાળકોને વિદ્યા દાનના ઉદ્દેશ્યથી વિદ્યાધામ વિદ્યાલય ચાલી રહેલ છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ થતી રહે છે. ઓમ સાંઈ સેવા ટ્રસ્ટના મીનાક્ષીબેન કરમરકરના સૌજન્ય થકી વિદ્યાધામ શાળાને 3 કોમ્યુટર દાનમાં મળ્યા હતા. વિદ્યાની દેવી સરસ્વતી રીઝે એવું સરસ ઉમદા કાર્ય! આ ઉમદા કાર્ય માટે શાળાના પ્રમુખ પ્રદીપ પાંડે તેમજ પ્રિન્સિપાલશ્રી જયાબેન રાઠોડે ઓમ સાંઈ સેવા ટ્રસ્ટનો આભાર માન્યો હતો.
