February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ, અડાજણ સુરત દ્વારા તાજેતરમાં ઓપન માઈક એન્‍ડ એવોર્ડ સેરેમનીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ સેરેમનીમાં કવિતા, ગઝલ, સ્‍ટેન્‍ડ અપ સંગીત, મ્‍યુઝિક, ડાન્‍સ તેમજ સિંગીંગ વગેરે સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં દમણ સ્‍થિ સરકારી પ્રાથમિક શાળાનાં ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી વિરેન્‍દ્રભાઈ એસ. પટેલ કેજેઓ વર્ષ 2019માં દેશનો સર્વોચ્‍ચ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દેશનાં રાષ્‍ટ્રપતિનાં હસ્‍તે મેળવી સન્‍માનિત થઈ ચૂકયા છે તેઓએ હાલમાં કાવ્‍યલેખન તરફ પોતાની રુચિ અને લેખન પ્રતિભાને ઉજાગર કરી દમણનાં દરિયા વિશે ખૂબ જ સુંદર અને હૃદયસ્‍પર્શી ‘દમણનો દરિયો’ કાવ્‍યની રચના કરી હતી.
શિક્ષક કવિ એવાં વિરેન્‍દ્રભાઈ પટેલની આ બહુમૂલ્‍ય ઉપલબ્‍ધિ બદલ તેઓને વાવ વિંગ્‍સ ફોર ડ્રીમનાં સ્‍થાપક અને આયોજક શ્રીમતી પ્રીતિબેન બોકડિયા (જૈન) દ્વારા આયોજીત એવોર્ડ સેરેમનીમાં શિલ્‍ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. આ એવોર્ડ સેરેમનીમાં ઉપસ્‍થિત હિન્‍દી ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથીયા’નાં કલાકાર દિપક વાઘેલાનાં હસ્‍તે વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતાં.

Related posts

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

‘વિશ્વ હિન્‍દુ પરિષદ’ દ્વારા દાનહના દૂધની ગામના બે બાળકોને દત્તક લીધાં

vartmanpravah

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

Leave a Comment