October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

તાલુકા પંચાયત સભ્‍ય દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: નોગામા વિસ્‍તારના તાલુકા પંચાયતના સભ્‍ય હીનાબેન અગ્રણી ઉમેશભાઈ ઉપરાંત જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઇટી સેલના ઇન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતનાની ઉપસ્‍થિતિમાં મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે ગામના મીઠાકુવા ફળિયામાં બોર અને પાઇપ લાઈનનું કામ થઈ ગયેલ છે. અને ટાંકી, મોટર તેમજ કનેક્‍શનનું કામ બાકી છે. જેને બે વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી કામ પૂર્ણ થયેલ નથી. પાણી પુરવઠાના અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલ નથી.
નોગામા ગામના મીઠાકુવા ફળિયામાં પાણી પુરવઠાની યોજનાના અધૂરા કામથી લોકોને પીવાના પાણી માટે હાલાકી વેઠવાની નોબત આવી છે. આ ફળીયામાં 25-ની આસપાસ ઘરો સાથે અંદાજે 100-જેટલા લોકોની વસ્‍તી છે. અને આ વિસ્‍તારના લોકોએ ગામમાં બીજી ટાંકી છે. ત્‍યાંથી જાતે પાણી લેવાની નોબત આવી છે. અને ફળિયાના છેવાડે આવેલ જૂની ટાંકીમાંથી કયારેક પાણી આવી જાય તો તેનો ઉપયોગ કરતા હોયછે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં પાણી પુરવઠા દ્વારા ઝડપથી નોગામાં ગામે મીઠાકુવા ફળીયાની પાણીની યોજના પુરી કરી લોકોને પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવવામાં આવે તેવી માંગ સ્‍થાનિકો દ્વારા કરવામાં આવી છે.

સ્‍થાનિક અગ્રણી ઉમેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા ગામના મીઠાકુવા ફળીયાની અધૂરી યોજના અંગે બીલીમોરાના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી. પરંતુ તેમણે હાલે વિજેલન્‍સની તપાસ ચાલુ હોય કઈ થાય તેમ નથી. તેઓ જવાબ આપી રહ્યા છે. ત્‍યારે હાલે અમે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોજના પુરી કરી લોકોને પાણી પૂરું પાડવા રજૂઆત કરી છે.

Related posts

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

vartmanpravah

Leave a Comment