October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા 9 દુકાનદારો દંડાયા

જાહેરમાં ધુમ્રપાન કરતા બે વ્‍યક્‍તિ સામે પણ દંડનીય કાર્યવાહી,
કુલ 11 પાસે 2200નો દંડ વસૂલાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: કેન્‍દ્ર સરકારશ્રીના રાષ્‍ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈનના અમલીકરણના ભાગ રૂપે તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 ના અમલીકરણ માટે વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકળત રીતે વેચાણ અને આનુષાંગિક નિયમ માટે બનાવાયેલી ટાસ્‍કફોર્સ (તમાકુ નિયંત્રણ સેલ) ટીમ દ્વારા પારડી તાલુકામાં શહેરી વિસ્‍તારમાં આકસ્‍મિક ચેકિંગ હાથ ધરતા કુલ 11 દુકાનદારો પાસેથી રૂપિયા 2200નો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો.
વલસાડ જિલ્લાના આરોગ્‍ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી સ્‍ટીયરીંગ કમિટી દ્વારા પારડી તાલુકામાં પારડીના આજુબાજુના શહેરી વિસ્‍તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચાણ કરતા નાના મોટા પાનના ગલ્લા, કરિયાણાની દુકાનો તેમજ અન્‍યવેચાણ કરતા અને જાહેરમાં ધુમ્રપાન કરતા એકમો વગેરે સ્‍થળો પર આકસ્‍મિક તપાસ હાથ ધરી કુલ 9 દુકાનદારો પાસેથી રૂપિયા 1800 અને જાહેરમાં ધુમ્રપાન કરતા બે વ્‍યક્‍તિ પાસેથી રૂપિયા 400 કુલ મળી રૂ.2200નો દંડ ઘ્‍બ્‍વ્‍ભ્‍ખ્‍- 2003 સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ વસુલ કરવામાં આવ્‍યો હતો. તદ ઉપરાંત કલમ-6(અ) મુજબ 18 વર્ષથી નાની વયની વ્‍યક્‍તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. કલમ-6(બ) શૈક્ષણિક સંસ્‍થાની 100 વારની ત્રિજ્‍યામાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાળાને ચેતવણી આપવામાં આવી તેઓને ‘‘તમાકુથી કેન્‍સર થાય છે અને 18 વર્ષથી નાની વયની વ્‍યક્‍તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે.” આવી આરોગ્‍ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્‍ય બનાવટોનું છૂટક વેચાણ પર પ્રતિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.
ઉપરોક્‍ત કામગીરી મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. કે.પી. પટેલ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.મનોજ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્‍ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્‍ય વિભાગમાંથી ડી.આઈ.ઈ.સી.ઓ પંકજભાઈ પટેલ, કાઉન્‍સેલર સુમિત્રાબેન બાગુલ, સોશિયલ વર્કર અલ્‍પેશ એ.પટેલ અને પોલીસ વિભાગમાંથી કોન્‍સ્‍ટેબલ જલાભાઈએ હાજર રહીસફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

Related posts

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

પારડી તાલુકામાં લોન આપવાના બહાને લોકોને છેતરનારો ચીખલીનો ઈસમ ઝડપાયો

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્‍હીલર ડ્રાઈવિંગ ટેસ્‍ટ બંધ રહેશે

vartmanpravah

કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો કરાયો શુભારંભ

vartmanpravah

Leave a Comment