February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીસેલવાસ

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

સુરતની 300 જેટલી મહિલાઓના એક જૂથે દમણનો કરેલો પ્રવાસઃ સલામતિ વ્‍યવસ્‍થા અને દમણનો બેનમૂન વિકાસ નિહાળી આફરીન પોકારી ગયા

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો એકીસાથે 300 બહેનોએ કરેલો જયજયકાર
(તસવીરઃ સૌજન્‍ય-જનમંચ)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બની ગયું હોવાની પ્રતિતિ આજે સુરતથી આવેલ 300 જેટલી મહિલાઓના એક જૂથે કરાવ્‍યું હતું અને પ્રદેશની સુરક્ષા તથા સલામતિની એક સૂરે પ્રશંસા કરી હતી.
મળતી માહિતી પ્રમાણે આજે લગભગ 4 જેટલી વોલ્‍વો બસમાં સુરતની 300 જેટલી મહિલાઓનું એક જૂથ દમણ ફરવા માટે આવ્‍યું હતું. તેઓએ મોટી દમણનો ફોર્ટ વિસ્‍તાર, જમ્‍પોર અને દેવકા બીચ, રામસેતૂ અને નમો પથ સહિતના પ્રવાસન મથકોની મુલાકાત લીધી હતી. તેઓ દમણની સ્‍વચ્‍છતા, સુઘડતા તથા આયોજનને નિહાળી આફરીન પોકારી ગયા હતા.
સુરતથી દમણ સહેલગાહે આવેલ 300 જેટલી મહિલાઓના જૂથે જણાવ્‍યું હતું કે, પહેલાં જ્‍યારે તેઓ દમણ આવતા હતા ત્‍યારે હોટલ કે રિસોર્ટનારૂમમાં અંદર ભરાઈ રહેવા પડતું હતું. કાયદો અને વ્‍યવસ્‍થાના કોઈ ઠેકાણા નહીં હતા. બીચ ઉપર આડેધડ દારૂ અને બિયરની મીજબાનીઓ થતી હતી. છાકટાઓ મહિલાઓને જોઈને અભદ્ર ટીકા-ટિપ્‍પણી પણ કરતા હતા. તેથી મહિલાઓ એકલા આવવાનું ટાળતા હતા. પરંતુ હવે જગ્‍યા જગ્‍યા પર પોલીસ બંદોબસ્‍ત તેમને જોવા મળ્‍યો. બીચ પણ સ્‍વચ્‍છ અને સુંદર તથા દારૂ-બિયર પીનારા પણ દેખાયા નહીં. તેથી બિન્‍દાસ્‍ત થઈને ફરવાની ખુબ મઝા આવી હોવાનું પણ આ મહિલાઓના જૂથે જણાવ્‍યું હતું.
મહિલાઓના ગ્રુપે ખુબ જ સુંદર અને આકર્ષક વ્‍યવસ્‍થા કરવા બદલ યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો દિલથી ખુબ આભાર માન્‍યો હતો.

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment