(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: હાઈવે ઉપર આર એન્ડ બીની હાલમાં વાપી-વલસાડ વચ્ચે કામગીરી ચાલુ હોવાથી આજે વહેલી સવારતી રાત સુધી વલસાડ તરફ જતા વાહનોનો ચક્કાજામ ટ્રાફિક સર્જાયો હતો. હજારો વાહનોની વાપી-વલસાડ વચ્ચે કતારો લાગી ગઈ હતી.
આર એન્ડ બીની કામગીરીને લઈ આજે નેશનલ હાઈવે ઉપર વાપી-વલસાડ વચ્ચે જબરજસ્થ ટ્રાફિક સર્જાયો હતો. વહેલી સવારથી ચાલુ રહેલો ટ્રાફિક દિવસભર ચાલ્યો હતો. ટ્રાફિક જામમાં ઈમરજન્સી વાહનો તથા સ્થાનિક વાહન ચાલકો પણ કલાકો સુધી અટવાઈ ગયા હતા. ટ્રાફિકની આડ અસર વાપીના સ્થાનિક ટ્રાફિક ઉપર પણ પડી હતી. હાઈવે ચાર રસ્તાથી બલીઠા, સલવાવ સુધીમાં સ્થાનિક સેંકડો કારો ટ્રાફિકમાં અટવાઈ પડી હતી. સેંકડો લોકોના અગત્યના કામો સામાજીક, વ્યવસાયીક કામો આજે અટવાઈ પડયા હતા. વાપી અને વલસાડ જિલ્લા માટે ટ્રાફિક કાયમી સમસ્યા બની રહ્યો છે. બલીઠા ફાટક વારંવાર બંધ થતું હોવાથી તેનો પણ ટ્રાફિક હાઈવેના ટ્રાફિક સાથે સંકલીત થતા ટ્રાફિકની સમસ્યા આજે વાપી વાસીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો હતો.
