January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચારોટી-મહારાષ્‍ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: હાઈવે ઉપર વાહનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. વાહનમાં આગ લાગવાનો વધુ એક બનાવ. ભિલાડ નજીક ચારોટી (મહારાષ્‍ટ્ર) હાઈવે ઉપર આજે બુધવારે એક ટ્રકમાં ભિષણ આગ લાગી હતી. આગની જાણ થતા અફરા તફરી મચી જવા પામી હતી.
ચારોટી હાઈવે ઉપર આજે સવારે 10 વાગ્‍યાના સમયની આસપાસ એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતા ડ્રાઈવર સમય સુચકતા દાખવી ટ્રકમાંથી કુદી પડતા તેનો ચમત્‍કારિક બચાવ થયો હતો. આગની જાણ થતા હાઈવે ઉપર જતા આવતા વાહનો થોભાવી લોકોએ આગ બુઝાવાની ભારે જહેમત શરૂ કરી દીધી હતી. જો કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. હાઈવે ઉપર વાહનોમાં આગ લાગવાનું મુખ્‍ય કારણ શોર્ટ સર્કિટ મનાય છે. તપાસ બાદ સાચી હકિકતો બહાર આવશે.

Related posts

વાપી સ્‍થિત સેન્‍ટ જોસેફ ઉચ્‍ચત્તર/માધ્‍યમિક શાળામાં ધોરણ-1 થી 5 નાના ભૂલકાઓનું ફરીથી આગમન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

Leave a Comment