October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહના આદિવાસીઓના હિત અને રક્ષણ માટે પ્રશાસન કટિબદ્ધઃ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા

પ્રશાસન દ્વારા આદિવાસીઓને ટ્રેક્‍ટર ખરીદવા અને ગીર ગાય સ્‍કીમ હેઠળ આપવામાં આવતી લોનઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આદિવાસી લાભાર્થીઓને આપવામાં આવેલા ઘર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં આજે તારીખ 9મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી મસાટ ગ્રામ પંચાયતમાં, ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં કરવામાં આવી. જેમાં મુખ્‍ય અતિથી તરીકે દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા, ઉપ સમાહર્તા (ખાનવેલ) ડો.સુનાભ સિંઘ, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, સેલવાસ ન.પા.ના મુખ્‍ય અધિકારી શ્રી મનોજ પાંડે, મામલતદાર (સેલવાસ) શ્રી ટી.એસ. શર્મા, વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા તેમજ વિવિધવિભાગના અધિકારીઓ, સરપંચો, જિલ્લા પંચાયત સદસ્‍યશ્રીઓ, સેલવાસ નગર પાલિકાના કાઉન્‍સિલરશ્રીઓ તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
ભારત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંગે આદિવાસી સમાજને પૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું તેમજ વિવિધ યોજનાઓ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આદિવાસી લાભાર્થીઓને ઘરની ચાવીઓ આપવામાં આવી, સ્‍વયં સહાય સમૂહોની આદિવાસી બહેનોને નાણાંની સહાય આપવામાં આવી, પેન્‍શનના આદિવાસી લાભાર્થીઓને ચેક આપવામાં આવ્‍યા, પ્રાથમિક શિક્ષા વિભાગ દ્વારા યોગા ઓલમ્‍પિયાડ નેશનલ ક્ષેત્રે ભાગ લેવા વાળા આદિવાસી વિદ્યાર્થીને પુરસ્‍કાર આપવામાં આવ્‍યું. એથ્‍લેટીક મેરેથોનમાં ભાગ લેવા વાળા આદિવાસી વિદ્યાર્થીને પુરસ્‍કાર આપવામાં આવ્‍યું. સુબ્રતો કપ (અંડર 14 વર્ષ) ફૂટબોલ ટીમના આદિવાસી ખેલાડીને પુરસ્‍કાર આપવામાં આવ્‍યું. સ્‍કાઉટ અને ગાઈડના આદિવાસી વિદ્યાર્થીને પુરસ્‍કાર આપવામાં આવ્‍યું. એસસી/એસટી વિભાગ દ્વારા ટ્રેક્‍ટર અને ગીર ગાયની સ્‍કીમ વિષે માર્ગદર્શન આપવામાં આવ્‍યું અને આદિવાસી લાભાર્થીઓને ટ્રેક્‍ટર ખરીદવા માટે 685000 લોન આપવામાં આવી અને ગીર ગાયની સ્‍કીમના આદિવાસી લાભાર્થીઓને 68000 ની લોન આપવામાં આવી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસીઓના હિત અનેરક્ષણ માટે પ્રશાસન કટિબધ્‍ધ રહેશે.

Related posts

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

સેલવાસની સુપર ઇલેક્‍ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment