December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

ભારતના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ પ્રધાનમંત્રી ‘ભારતીય જન ઔષધિ પરિયોજના’ અંતર્ગત મળતી જેનેરિક દવાઓની ઉત્તમ ક્‍વોલીટી સાથે દવા પણ ખુબ જ કિફાયતી દરે મળી રહી હોવાનો પ્રચાર-પ્રસાર કરવાનો જન ઔષધિ સપ્તાહનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.05 : શનિવારે સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ની ઉજવણીના અંતર્ગત સેલવાસ ખાતે નગરપાલિકા અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈએ ફલેગ બતાવી બાઈક રેલીનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

આ પ્રસંગે સેલવાસ ન.પા.ના કાન્‍સિલર શ્રી હિતેશભાઈ પટેલ અને દાદરા નગર હવેલી ડ્રગિસ્‍ટ અને કેમિસ્‍ટ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી નટવરસિંહ સોલંકી, મહામંત્રી શ્રી રાજેન્‍દ્રભાઈ અને કોષાધ્‍યક્ષ શ્રી મુકુંદભાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, શ્રીવિરલ રાજપુત, શ્રી બસવરાજ, દમણના કેમિસ્‍ટ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી કરૂણાકર ત્રિપાઠી તથા અબ્‍દુલ રસિદભાઈ સહિત મોટી સંખ્‍યામાં કેમિસ્‍ટ ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ રેલીનો મુખ્‍ય ઉદ્દેશ ભારતના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ પ્રધાનમંત્રી ‘ભારતીય જન ઔષધિ પરિયોજના’ અંતર્ગત મળતી જેનેરિક દવાઓની ઉત્તમ ક્‍વોલીટી સાથે દવા પણ ખુબ જ કિફાયતી દરે મળી રહી છે. જેનો પ્રચાર-પ્રસાર કરી સામાન્‍ય લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

Related posts

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment