October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: હાઈવે ઉપર આર એન્‍ડ બીની હાલમાં વાપી-વલસાડ વચ્‍ચે કામગીરી ચાલુ હોવાથી આજે વહેલી સવારતી રાત સુધી વલસાડ તરફ જતા વાહનોનો ચક્કાજામ ટ્રાફિક સર્જાયો હતો. હજારો વાહનોની વાપી-વલસાડ વચ્‍ચે કતારો લાગી ગઈ હતી.
આર એન્‍ડ બીની કામગીરીને લઈ આજે નેશનલ હાઈવે ઉપર વાપી-વલસાડ વચ્‍ચે જબરજસ્‍થ ટ્રાફિક સર્જાયો હતો. વહેલી સવારથી ચાલુ રહેલો ટ્રાફિક દિવસભર ચાલ્‍યો હતો. ટ્રાફિક જામમાં ઈમરજન્‍સી વાહનો તથા સ્‍થાનિક વાહન ચાલકો પણ કલાકો સુધી અટવાઈ ગયા હતા. ટ્રાફિકની આડ અસર વાપીના સ્‍થાનિક ટ્રાફિક ઉપર પણ પડી હતી. હાઈવે ચાર રસ્‍તાથી બલીઠા, સલવાવ સુધીમાં સ્‍થાનિક સેંકડો કારો ટ્રાફિકમાં અટવાઈ પડી હતી. સેંકડો લોકોના અગત્‍યના કામો સામાજીક, વ્‍યવસાયીક કામો આજે અટવાઈ પડયા હતા. વાપી અને વલસાડ જિલ્લા માટે ટ્રાફિક કાયમી સમસ્‍યા બની રહ્યો છે. બલીઠા ફાટક વારંવાર બંધ થતું હોવાથી તેનો પણ ટ્રાફિક હાઈવેના ટ્રાફિક સાથે સંકલીત થતા ટ્રાફિકની સમસ્‍યા આજે વાપી વાસીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો હતો.

Related posts

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

vartmanpravah

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

Leave a Comment