Vartman Pravah
દેશસેલવાસ

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાનહ લોકસભા પેટા ચૂંટણી ત્રિકોણીય જંગમાં ફેરવાઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં શિવસેના, ભાજપ અને કોંગ્રેસજેવા મોટા રાજકીય પક્ષો જંગમાં છે. કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીએ ગુરુવારે દાનહ કોંગ્રેસ કમેટીના પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં સેલવાસના આમલી વિસ્‍તારમાં ડોર ટુ ડોર અભિયાનમાં ઉતર્યા હતા.
આમલી વિસ્‍તાર કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીની પોતાની કર્મભૂમિ અને ગૃહ વિસ્‍તાર છે. આ વિસ્‍તારમાં શ્રી મહેશભાઈ ધોડીની ખુબ જ સારી પકડ હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસ ઉમેદવારની સ્‍વચ્‍છ છબી તેમની સૌથી મોટી તાકાત બની રહી છે.
શ્રી મહેશભાઈ ધોડી લાંબા સમયથી રાજકીય ક્ષેત્રે છે. આમલી સિવાય, આદિવાસી વિસ્‍તાર હોય કે શહેરી વિસ્‍તાર, તેઓ તમામ વર્ગના લોકો સાથે આત્‍મિય સંબંધ ધરાવે છે. જેનો લાભ પણ કોંગ્રેસના ઉમેદવારને મળી રહ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્મા, એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી યુવરાજ પટેલની યુવા ટીમ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવાર માટે લોકોના સહયોગની અપીલ કરી અને તેમને મોટી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
શ્રી મહેશભાઈ ધોડીને મળી રહેલા જાહેર સમર્થનના કારણે ગ્રામ્‍ય કાર્યકર્તાઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં જન સંપર્ક માટે ઘણી મહેનતકરી રહ્યા છે.
દાનહ કોંગ્રેસ મોટો ફરક લાવવાની સ્‍થિતિમાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી કોઈ પણ મોટી પાર્ટીની રમત બગાડવાની સ્‍થિતિમાં દેખાવા લાગી છે. ભાજપ અને શિવસેના બંને છાવણીઓમાં ગભરાટ છે કારણ કે કોંગ્રેસના ઉમેદવારને જાહેર સમર્થન મળી રહ્યું છે.

Related posts

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોની સમસ્‍યાના ઉકેલ માટે યોજાયેલી રાજ્‍ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

Leave a Comment