December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્‍ક્‍યુ ટીમે વાઈપરનું રેસ્‍ક્‍યુ કર્યું

અતિ દુર્લભ ગણાતા ઓરસવ જાતિનો અતિ નાનો સાપ ખૂબ ઝેરી હોય છે : દૂરથી પણ ડંખ મારે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપીના ડુંગરા ગામે આજે ગુરૂવારે ખેતરમાં કામ કરી રહેલ મજૂરને એક ઝેરી સાપએ ડંખ માર્યો હતો. મજૂરને તાત્‍કાલિક સારવાર માટે ખસેડાયા બાદ રેસ્‍ક્‍યુ ટીમને ફોન કરવામાં આવતા ઘટના સ્‍થળે પહોંચી રેસ્‍ક્‍યુ ટીમે કુનેહથી ઝેરી વાયપરનું રેસ્‍ક્‍યુ કરી પકડી લીધો હતો.
વાપી ડુંગરામાં આજે સવારે કામ કરી રહેલા મજૂરને ઝેરી વાયપર કરડતા તાત્‍કાલિક ડુંગરી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ રેસ્‍ક્‍યુ ટીમ ફોરેસ્‍ટને જાણ કરવામાં આવી હતી. ટીમના મુકેશભાઈએ આબાદ રીતે વાઈપરનું રેસ્‍ક્‍યુ કરી લીધું હતું. તેમજ રેસ્‍ક્‍યુ કરાયેલ વાઈપર અંગે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, ઓરસવ જાતીનું વાઈપર અતિ દુર્લભ છે. આ વિસ્‍તારમાં 20 વર્ષ બાદ જોવા મળેલ છે. ખુબ નાની સાઈઝ હોય છે અને તેના બચ્‍ચા પણ ત્રણ ઈંચ સાઈઝના હોય છે. ખોરાક નહી મળતા આવા વાઈપર રહેણાંક વિસ્‍તારમાં ખાસ કરીને ઊંદરોનો શિકાર કરવા આવી જતા હોય છે. હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલ મજૂરને સાપની જાતજાણ કરવામાં આવતા તબીબે અકસિર ઈલાજ કરતા મજૂર ભયમુક્‍ત છે.

Related posts

વલસાડ જિલ્લામાં પોષણ અભિયાનની ઉજવણીઃ ગણેશ મંડળોમાં મહિલા લાભાર્થીઓને કરાઈ રહ્યા છે જાગૃત

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

vartmanpravah

Leave a Comment