સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના ઉચ્ચ સ્તરીય સંપર્કથી પ્રદેશના વિદ્યાર્થીઓને હેમખેમ ભારત પરત લાવવા શરૂ કરેલી કવાયતને મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27
યુક્રેનમાં ફસેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્મા આજે એર ઈન્ડિયાની વિશેષ ફલાઈટથી દિલ્હી પહોંચતા સંઘપ્રદેશ પ્રશાસન વતી અધિકારી શ્રી હરિશ ચંદ્રએ કુ.માનસી શર્માનું એરપોર્ટ ઉપર સ્વાગત કર્યુહતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારત સરકાર સાથે સતત સંકલન કરી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના યુક્રેન ખાતે ફસાયેલા વિદ્યાર્થીઓ સુરક્ષિત પોતાની માતૃભૂમિ ખાતે પરત ફરે તે બાબતે પ્રયાસ કર્યા હતા. જેના ફળ સ્વરૂપ આજે દમણની એક વિદ્યાર્થીની કુ. માનસી શર્મા સહીસલામત ભારત પરત ફરી છે અને દિલ્હીથી દમણ આવવા માટે રવાના પણ થઈ ચૂકી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુક્રેન કટોકટીમાં ફસેલા અન્ય વિદ્યાર્થીઓને પણ સહીસલામત પરત લાવવા અભિયાન ગતિ પર હોવાનું જાણવા મળે છે.