January 16, 2026
Vartman Pravah
દેશસેલવાસ

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાનહ લોકસભા પેટા ચૂંટણી ત્રિકોણીય જંગમાં ફેરવાઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં શિવસેના, ભાજપ અને કોંગ્રેસજેવા મોટા રાજકીય પક્ષો જંગમાં છે. કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીએ ગુરુવારે દાનહ કોંગ્રેસ કમેટીના પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં સેલવાસના આમલી વિસ્‍તારમાં ડોર ટુ ડોર અભિયાનમાં ઉતર્યા હતા.
આમલી વિસ્‍તાર કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીની પોતાની કર્મભૂમિ અને ગૃહ વિસ્‍તાર છે. આ વિસ્‍તારમાં શ્રી મહેશભાઈ ધોડીની ખુબ જ સારી પકડ હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસ ઉમેદવારની સ્‍વચ્‍છ છબી તેમની સૌથી મોટી તાકાત બની રહી છે.
શ્રી મહેશભાઈ ધોડી લાંબા સમયથી રાજકીય ક્ષેત્રે છે. આમલી સિવાય, આદિવાસી વિસ્‍તાર હોય કે શહેરી વિસ્‍તાર, તેઓ તમામ વર્ગના લોકો સાથે આત્‍મિય સંબંધ ધરાવે છે. જેનો લાભ પણ કોંગ્રેસના ઉમેદવારને મળી રહ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્મા, એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી યુવરાજ પટેલની યુવા ટીમ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવાર માટે લોકોના સહયોગની અપીલ કરી અને તેમને મોટી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
શ્રી મહેશભાઈ ધોડીને મળી રહેલા જાહેર સમર્થનના કારણે ગ્રામ્‍ય કાર્યકર્તાઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં જન સંપર્ક માટે ઘણી મહેનતકરી રહ્યા છે.
દાનહ કોંગ્રેસ મોટો ફરક લાવવાની સ્‍થિતિમાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી કોઈ પણ મોટી પાર્ટીની રમત બગાડવાની સ્‍થિતિમાં દેખાવા લાગી છે. ભાજપ અને શિવસેના બંને છાવણીઓમાં ગભરાટ છે કારણ કે કોંગ્રેસના ઉમેદવારને જાહેર સમર્થન મળી રહ્યું છે.

Related posts

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્‍ય દ્વારા રીંગ રોડ ચાર રસ્‍તા પર બેરેક લગાવવા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment