July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04 : દાદરા નગર હવેલીના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન અને મહાત્‍મા જ્‍યોતિબા ફુલે ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દેશની પ્રથમ શિક્ષક અને સમાજ સેવિકા સાવિત્રીબાઈ ફુલેની જન્‍મ જયંતિની ઉજવણી પુષ્‍પાંજલિ અર્પિત કરીને કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં નાયગાંવમાં 3 જાન્‍યુઆરી 1831ના રોજ સાવિત્રીબાઈ ફૂલેનો જન્‍મ થયો હતો. દેશની તેઓ પહેલી મહિલા શિક્ષક હતી. તેઓ ભારતના પ્રથમ બાલિકા વિદ્યાલયની આચાર્યા પણ હતી. એમણે પોતાનું જીવન અસ્‍પૃશ્‍ય મહિલા અને પછાત લોકોને ન્‍યાય અપાવવા અને મહિલાઓને શિક્ષિત કરવામાં પોતાનું આખું જીવન લગાવી દીધું હતું.

આ પ્રસંગે સંગઠનના અધ્‍યક્ષ શ્રી સુનિલ મહાજન, સચિવ શ્રી સુનિલ પાટીલ, શ્રી પ્રવીણ સોનવને, શ્રી રાજુ પાટીલ, શ્રી શત્રુઘ્‍ન પાટીલ, શ્રી હેમંત બોરસે સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

vartmanpravah

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

vartmanpravah

સરકારી જમીન કોતર ઉપર કરાતા દબાણ સામે પ્રશાસનની લાલ આંખ દાનહના સાયલી ગામમાં સરકારી જમીન ઉપર બનેલ ત્રણ દુકાન અને ઘર સહિત સાત ગેરકાયદેસર ઢાબાઓનું ડિમોલિશન કરાયું

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

Leave a Comment