Vartman Pravah
દમણસેલવાસ

આજે દાનહ, દમણ અને દીવ જી.પં. તથા સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ

  • સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ માટે હવે નવા સૂર્યોદયની સંભાવના

  • સંઘપ્રદેશ પ્રશાસન નીતિ અને નિયમોના દાયરામાં રહી પોતાનો વહીવટ કરતું હોવાથી એકને ગોળ અને બીજાને ખોળની નીતિ રાખતું નથી પરંતુ કેન્‍દ્રમાં સરકાર ભાજપની હોવાથી ભાજપ શાસિત સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓને મળતો મનોવૈજ્ઞાનિક લાભ

આવતી કાલ તારીખ 30 મી નવેમ્‍બરના રોજ દમણ, દીવ અને દાદરા નગર હવેલી જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગયા વર્ષે 30 મી નવેમ્‍બરના રોજ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સામાન્‍ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં દમણ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે શ્રીમતી મૈત્રીબેન પટેલ વિજેતા બન્‍યા હતાં. દીવ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી અમૃતાબેન બામણીયા અને ઉપપ્રમુખ તરીકે શ્રી શશીકાંતભાઈ માવજી સોલંકીની વરણી કરાઈ હતી. જયારે સેલવાસ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી રાકેશસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ પદે શ્રીઅજયભાઈ દેસાઈ વિજેતા થયા હતાં.
છેલ્લા એક વર્ષમાં દમણ જીલ્લા પંચાયત પાસે સિમિત સત્તાઓ હોવા છતાં પ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ પટેલે પોતાની એક આગવી છાપ ઉભી કરવા સફળ રહ્યા છે. જીલ્લા પંચાયતની વિવિધ કમિટિઓના ગઠન સાથે સત્તાના કરેલા વિકેન્‍દ્રીકરણના કારણે વહીવટમાં ગતિશીલતા અને પારદર્શકતા પણ આવશે એવું આકલન વ્‍યકત થઈ રહ્યું છે.
સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓના પૂર્વ શાસકોએ આદરેલા તથાકથિત ભ્રષ્‍ટાચારના કારણે વર્તમાન બોડી પાસે મર્યાદિત સત્તાઓ રહેવા પામી છે. છતાં શાસક બોડીમાં થોડો ગણગણાટ હોવા છતાં વિકાસના કામોની રફતારમાં કોઈ બહુ ઝાઝો ફરક દેખાતો નથી. દમણ જીલ્લા પંચાયતના કેટલાક મહત્ત્વકાંક્ષી સભ્‍યોની નજર પ્રમુખપદ પર હોવા છતાં તેઓ અત્‍યારની તારીખે બગાડી શકવાની ક્ષમતા ધરાવતા નથી.
દમણ અને દીવ જીલ્લા પંચાયત તથા સેલવાસ નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી તેમને વહીવટમાં અનુラકૂળતા રહેવાની વધુ સંભાવના છે. છતાં સંઘપ્રદેશ પ્રશાસન નીતિ અને નિયમોના અંદર રહીને પોતાનો વહીવટ કરતું હોવાથી એકને ગોળ અને બીજાને ખોળની નીતિ રાખતું નથી. પરંતુ કેન્‍દ્રમાં સરકાર ભાજપની હોવાના કારણે ભાજપ શાસિત સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓને મનોવૈજ્ઞાનિક લાભ અવશ્‍ય મળતો રહે છે.
સંઘપ્રદેશમાં સ્‍થાનિકસ્‍વરાજયની સંસ્‍થાઓનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે ત્‍યારે હવે નિર્ણાયક દોરનો આરંભ પણ થયો છે. કારણ કે હવે પછીના માંડ બે વર્ષની અંદર લોકસભાની ચૂંટણીનો સામનો પણ કરવાનો છે. ત્‍યારે સંઘપ્રદેશની જીલ્લા પંચાયત, નગરપાલિકા તથા ગ્રામ પંચાયતોના વહીવટમાં પણ નિર્ણાયકતા આવે એ સમયનો તકાજો છે. ગયા વર્ષ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવની લગભગ તમામ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓએ પોતાની મર્યાદામાં રહી પોતાની ફરજને ન્‍યાય આપ્‍યો છે.
સેલવાસ નગરપાલિકાનું સ્‍માર્ટ સીટીમાં નવઘડતર થઈ રહ્યું છે. આવતા દિવસોમાં સેલવાસની દશા અને દિશા જડમૂળથી બદલાઈ જશે એમાં કોઈ શંકા નથી. વિકાસની યાત્રામાં દમણ નગરપાલિકા પણ ડગથી ડગ માંડીને આગળ વધી રહી છે. દમણ અને દીવ જીલ્લા પંચાયત પણ પોતાના શ્રેષ્‍ઠ વહીવટથી આગળ ધપી રહી છે. પરંતુ દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત હજુ અવઢવમાં હોવાથી તેના વિકાસની ગતિ જોર પકડે એ જરૂરીછે.
દાદરા નગર હવેલી જીલ્લા પંચાયતના શાસકોએ હકારાત્‍મક અભિગમ અપનાવી પ્રશાસન સાથે ડગથી ડગ માંડશે તો જ પ્રદેશના વિકાસનું વિસ્‍તરણ સંભવ બનશે. સંઘપ્રદેશ પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ-દીવના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આગ્રહી છે. તેથી સંઘપ્રદેશ પ્રશાસન તો પોતાનીમર્યાદામાં પ્રદેશના વિકાસ માટે વણથંભી રીતે પ્રયાસરત છે.
સંઘપ્રદેશ પ્રશાસન પંચાયતી રાજના અમલ માટે પણ સંકલ્‍પબદ્ધ હોવાથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ માટે નવો સૂર્યોદય થશે એવી સંભાવના દેખાઈ રહી છે.

એકસ્‍ટ્રા કોમેન્‍ટ
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્રશાસિત પ્રદેશ હોવાથી પોલિટીકલ માફિયા, પ્રશાસક, પોલીસ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ તથા લીકર માફિયા ભૂતકાળમાં પોતાની એક ધરી રચતા હતાં. કયા અધિકારીને બદલવો, કયાને રાખવો અને કયું પોસ્‍ટીંગ આપવું તે આ ધરી દ્વારા ગોઠવાતું હતું. કોઈ નિર્દોષ ઉપર એફઆઈઆર દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલવાના ગોરખધંધા પણ થયા હતાં. જેના ઉપર અંશતઃ રોક લગાવવા તત્‍કાલિન પ્રશાસકશ્રી નરેન્‍દ્ર કુમાર સફળ રહ્યા હતાં. અને હાલના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શ્નધરીઙ્ખને પણ ફેંકી દીધી અને માફિયાઓના અસ્‍તિત્‍વને મીટાવવા પણ સફળ રહ્યા છે. અને હજુ થોડીક કસર બાકી રહી છે તે આવનારા સમયમાં પૂર્ણ થશે એવો આમલોકોમાં વિશ્વાસ પણ છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવના ઉપલક્ષમાં આયોજીત દોરડાખેંચ સ્‍પર્ધામાં પુરૂષ વિભાગમાં વિજેતા બનેલી દમણ સિટીઝન ટીમ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

Leave a Comment