Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલીની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્નની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી ખાતે આવેલી શ્રીમતી મંજુલાબા બળવંતસિંહજી ચૌહાણ એજ્‍યુકેશનલ કેમ્‍પસ માઉન્‍ટ લિટરા ઝી શાળામાં ‘ખુબ જ રંગેચંગે અને આનંદ-ઉત્‍સાહથી’વાર્ષિકોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ડૉ. પ્રભાત કૌશિક ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ મુખ્‍ય અતિથિ તથા અન્‍ય મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. શાળાની વ્‍યવસ્‍થાપન સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ગુણાત્‍મક શિક્ષણનો ભરોસો આપવામાં આવ્‍યો હતો. આખા વર્ષ દરમ્‍યાન રમત-ગમત સહિતની વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી હિમાંશુ યાજ્ઞિક કો. ઝી લર્ન લિમિટેડ, સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણ અધિકારી શ્રી બી.બી.પાટીલ, ડીપીઓ શ્રી પંકજસિંહ પરમાર, શ્રી બલવંતસિંહ ચૌહાણ, ડૉ. છત્રસિંહ ચૌહાણ, શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, શાળાના સંચાલક શ્રી દિવ્‍યાંગસિંહ ચૌહાણ,ડાયરેક્‍ટર શ્રીમતી કીર્તિબેન ચૌહાણ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખેલો ઇન્‍ડિયા રાઈઝિંગ ટેલેન્‍ટ આઈડેન્‍ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્‍યાંકન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ તાલુકા હેલ્‍થ કચેરીના મકાનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

દાનહમાં 1989થી 2009 સુધી ફક્‍ત ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં હતીઃ પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે પરિવારવાદ ઉપર મારેલા ચાબખાં

vartmanpravah

Leave a Comment