Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સમાજ કલ્‍યાણ વિભાગ અને રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા દાનહમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ નિમિત્તે કળષિ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે સમારોહનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
સમાજ કલ્‍યાણ વિભાગ અને ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી સંચાલિત જિલ્લા પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા ખેતીવાડી ટ્રેનિંગ સેન્‍ટર સેલવાસ ખાતે વિશ્વ વિકલાંગતા દિવસ નિમિતે આરડીસીની અધ્‍યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા દિવ્‍યાંગ ભાઈ-બહેનોને સાધન સામગ્રીનો લાભ સામાજીક ન્‍યાય અધિકારીતા મંત્રાલય ભારત સરકાર તરફથી એડીઆઈપી સ્‍કીમ અંતર્ગત સાધનો આપવામા આવ્‍યા હતા. એ સાથે સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દિવ્‍યાંગ મહિલાઓને સિલાઈ મશીન, બ્‍યુટીપાર્લરની કીટ આપવામા આવી હતી.
આ કાર્યક્રમમાં દિવ્‍યાંગ બાળકો દ્વારા વિવિધ કળતિઓ રજુ કરી હતી. જેમા તેઓનો ડાન્‍સ અને પર્ફોમન્‍સ જોઈ ઉપસ્‍થિત મહેમાનોએ પણ વખાણ કર્યા હતા અને નેશનલ હરીફાઈમા વિજેતા બનેલ બાળકોને સર્ટીફીકેટવિતરણ કરવામા આવ્‍યા હતા.
આ સમારોહમા દિવ્‍યાંગોને આરડીસી શ્રીમતી ચાર્મી પારેખ અને સમાજ કલ્‍યાણ વિભાગના ડેપ્‍યુટી સેક્રેટરી શ્રી જતીન ગોયાના હસ્‍તે સાધન સામગ્રી વિતરિત કરવામા આવી અને એમના દ્વારા દિવ્‍યાંગ ભાઈ બહેનોને પ્રોત્‍સાહિત પણ કર્યા હતા. એમણે દરેકને આગ્રહ કર્યો કે આપણે દિવ્‍યાંગોને પોતાના જેવા જ માની વર્તાવ કરવો જોઈએ. એમને પોતાની વિકલાંગતાથી વધુ આપણા વર્તાવથી તકલીફ થાય છે.
રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર અને સમાજ કલ્‍યાણ વિભાગના દરેક કર્મચારીઓએ આ સમારોહને સફળ બનાવવા માટે પોતાનો યોગદાન આપ્‍યુ હતુ. દિવ્‍યાંગ ભાઈ-બહેનોને આત્‍મનિર્ભર અને સ્‍વાભિમાન બનાવવા માટે રેડક્રોસ સોસાયટી અને સમાજ કલ્‍યાણ વિભાગ સેલવાસ સંપુર્ણ પ્રયાસ કરશે.
આ અવસરે આરડીસી શ્રીમતી ચાર્મી પારેખ અને સમાજ કલ્‍યાણ વિભાગના ડેપ્‍યુટી સેક્રેટરી શ્રી જતીન ગોયલ, રેડક્રોસ શાળાના આચાર્ય ડો.જ્‍યોતિર્મય, સીડીપીઓ નમ્રતા પરમાર, કાંતા મેડમ સહિત બાળકો વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

વાપીમાં 6 કરોડની બોગસ ઈનપુટ ટેક્‍સ ક્રેડીટ લેનાર સ્‍ક્રેપના વેપારીની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment