વાપીમાંથી કિંમતી ટોયોટા-ઈનોવા કાર ચોરેલી :
10.83 લાખનો મુદ્દામાલ જપ્ત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વાપી સહિત આંતરરાજ્યમાં કાર ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે. તેમજ વિવિધ રાજ્યના 6 ગુના ડિટેક્ટ થયા છે. વાપી વી.આઈ.એ. પાસેથી ચોરી કરેલ ટોયોટા, ઈનોવા કિંમતી કાર પણ ગેંગ પાસેથી મળી આવી હતી.
વાપી વી.આઈ.એ. બિલ્ડીંગમાં પાર્ક કરેલ 15 લાખની ટોયોટો, ઈનોવા ક્રિસ્ટા કાર નં.જીજે 15 સીજી 8751 કારની ચોરી થયેલી હતી. 20 એપ્રિલે ચોરી થયા બાદ પરિયાદ પછી એ.ઓ.જી.એ ચાંપતી તપાસ હાથ ધરીહ તી. પી.આઈ. જે.એન. ગોસ્વામી અને ટીમને વાહન ચોરી ગેંગને પકડી લેવાની સફળતા મળી છે. બાતમી આધારે યુ.પી.એલ. પુલ નજીક ત્રણેય આરોપી કાર સાથે ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીમાં જશપ્રિતસિંગ ઉર્ફે અમનદીપ ઉર્ફે જશી ઉજાગરસિંગ (અરોરા) રહે.પંજાબ, ક્રિષ્ણા ઉર્ફે સચીન દેવી શંકર રહે.યુપી તથા પરમિન્દરસિંગ ઉપકારસિંગરહે.પંજાબ પરંતુ હાલ રહે.ત્રણે મુંબઈની પોલીસે અટક કરી હતી. ત્રણે આરોપી પાસેથી સ્માર્ટ કી, જનરેટર ટુલ્સ, કી પ્રોગ્રામર ટુલ સહિતના સાધનો મળી આવેલ છે. આરોપીઓની વધુ પુછપરછ કરતા અન્ય વિવિધ રાજ્યમાં છ ચોરીના ગુના કબુલ્યા હતા. પોલીસ ફરિદયાદી સંદીપ નિરંજન ચાંપાનેરીની કાર સહિત રૂા.10.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો