December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સરપંચ કુંતાબેન વરઠાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત સાયલીમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : આજે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત સરપંચ શ્રીમતી કુંતાબેન વિષ્‍ણુભાઈ વરઠાની અધ્‍યક્ષતામાં સાયલી ગ્રામ પંચાયતની ગ્રામસભા મળી હતી. જેમાં દાનહ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી પ્રવિણભાઈ ભોયા, દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા, સાયલી ગ્રામ પંચાયતના વોર્ડ સભ્‍યો તથા એનઆરએલએમ વિભાગ, ઉચ્‍ચ માધ્‍યમિક અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન વિભાગ, પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગ, આરોગ્‍યવિભાગના અધિકારી, બેંક ઓફ બરોડાના અધિકારી, પીડબ્‍લ્‍યુડી વિભાગ, પશુપાલન વિભાગ, ખેતી નિયામક વિભાગ, એસ.સી., એસ.ટી. કોર્પોરેશન, પંચાયતનો સ્‍ટાફ તથા આંગણવાડીના વર્ર્ક્‍સ, સેલ્‍ફ હેલ્‍પ ગૃપની બહેનો તેમજ સાયલી પંચાયતના ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

vartmanpravah

સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં નાની નાની વાતોની પણ કાળજી રાખી આભાર વિધિમાં કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકોને જોડી પોતાની ટીમ ભાવનાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો : આરોગ્‍ય વિભાગને મળેલા ચાર મોટા ઈનામો

vartmanpravah

Leave a Comment