Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ સિલેક્‍શન ટ્રાયલ 1લી ડિસેમ્‍બરે શરૂ થઈ હતી, જે શુક્રવારે સમાપ્ત થઈ હતી. ત્રણ દિવસીય ચાલેલી ટ્રાયલ પસંદગી પ્રક્રિયાના શરુઆતના બે દિવસ જેમણે પહેલેથી આ પ્રક્રિયા માટે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું તેમની ટ્રાયલ લેવામાં આવી હતી. ત્‍યારબાદ ત્રીજા અને અંતિમ દિવસે કોઈક કારણવશ રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહી ગયું હોય તેવા ખેલાડીઓની ટ્રાયલ લેવામાં આવી હતી. આ ટ્રાયલ સિલેક્‍શન પ્રક્રિયામાં કુલ 320 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ટેબલ ટેનિસના 21, તીરંદાજીના 15 અને 284 ખેલાડીઓનો સમાવેશ થાય છે. સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા, રમતગમત અને યુવા મંત્રાલય, નવી દિલ્‍હીએ ઘણા રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં શ્રેષ્‍ઠ રમત કેન્‍દ્રોની સ્‍થાપના કરી છે.
આ સ્‍કીમ હેઠળ એથલેટીક, ટેબલ ટેનિસ અને તીરંદાજી જેવી રમતને લગતા ખેલાડીઓની જગ્‍યા બનાવવામાં આવી છે. જેમાં દમણ-દીવ અને દાદરા અને નગર હવેલીમાંથી પસંદગી પામેલા ખેલાડીઓને પસંદગીના ટ્રાયલ દ્વારા તાલીમ આપવામાં આવશે.કેન્‍દ્ર ખાતે વિશેષજ્ઞ પ્રશિક્ષકો દ્વારા ખેલાડીઓને મફત તાલીમ સહિત અન્‍ય સુવિધાઓ તથા ભોજન, સ્‍પોર્ટસ એપેરલ અને સ્‍પોર્ટસ કીટ વગેરે સુવિધાઓ મફત આપવામાં આવશે.
આ કેન્‍દ્રમાં ખેલાડીઓનો સર્વાંગી વિકાસ થશે તથા તેઓ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ પોતાનું નામ ગૌરવાન્‍વિત કરી શકશે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ, માર્ગદર્શન અને ખેલ સચિવ શ્રીમતી પૂજા જૈન(ભા.પ્ર.સ.) તથા રમત ગમત નિદેશક શ્રી અરુણ ગુપ્તાના નિર્દેશનથી દાદરા નગર હવેલી તથા દમણ-દીવમાં રમતગમતના સ્‍તરને ઉંચુ લાવવા અને રમત સંબંધિત માળખાગત વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ખેલાડીઓમાં ખેલદિલી વધારવા માટે પ્રશાસન ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપલબ્‍ધ કરાવવા પ્રતિબદ્ધ છે અને તે માટે સક્રિયપણે કાર્યરત છે. દાદરા નગર હવેલી ખાતે 3 દિવસ સુધી યોજાયેલી પસંદગીની ટ્રાયલમાં સાંઈના સિનિયર ટેબલ ટેનિસ કોચ શ્રીમતી સુમન પારેખ, શ્રી ઓમવીર સિંહ, સિનિયર એથ્‍લેટિક કોચ અને શ્રી રાહુલ કુમાર તીરંદાજી કોચની વિશેષ ભૂમિકા હતી.
ઉપસ્‍થિત રહેલ કોચ દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની પ્રતિભાનું મૂલ્‍યાંકન કર્યું હતું.આ ટ્રાયલ સિલેક્‍શન પ્રક્રિયાના સફળ સંચાલનમાં શ્રી વિશાલ ગાર્ડે, શ્રી મહેશ પટેલ, સેલવાસ રમતગમત વિભાગના શ્રી જે.ડી.કાકવાએ ભાગ લીધો હતો. (જિલ્લા પંચાયત), ડો. વિધી સાંગવી, શ્રી સંતોષ કાપરી, શ્રી ધવલ કર્ણિક, શ્રીમતી હિના ગાંવિત અને અન્‍ય શારીરિક શિક્ષકો અને રમતગમત વિભાગના કર્મચારીઓ અને કોચનો વિશેષ સહયોગ રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના મસાટ-સામરવરણીથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

vartmanpravah

Leave a Comment