October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

ખોડલધામ મંદિરે નરેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં કાર્યક્રમ યોજાશેઃ નવનિયુક્‍ત હોદ્દેદારોનો સન્‍માન સમારોહ તથા એપ્‍લીકેશન લોન્‍ચિંગ સેરેમનીનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.15: લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS”નો રૂડો અવસર યોજાશે.સમગ્ર વિશ્વમાં લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધનાર શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં પ્રણેતા અને સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને તા. 30 સપ્ટેમ્બર ને શનિવારનાં રોજ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન શ્રી નરેશભાઈ પટેલનાં હસ્તે લોન્ચ થશે. જેમાં ગુજરાતનાં કોઈપણ ખૂણેથી KDVS સાથે જોડાયેલ દરેક સભ્યો એપ્લીકેશન મારફતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે તથા મહત્વના સંપર્ક સાધી શકશે.
શ્રી ખોડલધામ મંદિર ખાતે બિરાજમાન મા ખોડલનાં દર્શન કરવા હાલમાં સમગ્ર વિશ્વમાંથી સર્વ સમાજના ભક્તો આવી રહ્યા છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ અવનવા સમાજ ઉપયોગી કાર્યક્રમોની હારમાળાઓ સર્જી રહ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની અલગ-અલગ પાંખ દ્વારા સમાજના વિકાસ માટેનાં આયોજનો કરવામાં આવે છે. શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ પણ એમાંની એક મહત્વની પાંખ છે.
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આજના જમાનામાં ખુબ અગત્યનું પાસું એવા શિક્ષણને પ્રધ્યાન્ય આપવામાં આવે છે અને સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી અંતર્ગત પોલીસ અને સરકારી નોકરી તથા પ્રેસ અને પોલિટિક્સ અને સામાજિક લીડરશીપ અંગે વિકસિત થવા માટે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. જેના થાકી આજદિન સુધી ૪૭૫થી વધારે ઉમેદવારો સરકારી નોકરી અંતર્ગતની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરીને હાલમાં સરકારી નોકરીનાં સ્વપ્નને સેવવામાં સફળ થયા છે.આજે આ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલી વિશાળ બની રહી છે કે, તેમનું સંગઠન ગુજરાત ફલક પર દિન-પ્રતિદિન વિકસિત થઈ રહ્યું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં નેજા હેઠળ અને શ્રી નરેશભાઈ પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) પોતાનું કાર્યક્ષેત્ર વિકસિત કરીને હાલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત થઈને વિવિધ સેવાકાર્ય કરે છે. ત્યારે KDVS કન્વીનર મીટ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૌરાષ્ટ્રનાં દરેક ગામે-ગામથી અને ગુજરાતભરમાંથી KDVSનાં કન્વીનરો,સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતની ટીમ હાજરી આપશે.
આ કન્વીનર મીટમાં આગામી સમયમાં સમાજ ઉપયોગી વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવશે. જેમાં સરકારી નોકરી તથા પોલીસ,પ્રેસ અને પોલિટિક્સ એમ 3P થીયરી અંતર્ગત સમાજના વધુમાં વધુ યુવાઓનું ભાવી ઉજ્જવળ થાય તે અંગેનાં આયોજનો કરવામાં આવશે.

Related posts

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રાત્રિસભા યોજાઈ

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

Leave a Comment