(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં શુક્રવારના રોજ સાંજે એસઆઈએ પ્રમુખ શ્રી નિર્મલભાઈ દૂધાનીની અધ્યક્ષ સ્થાન અને સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસ મથકમાં નવા નિયુક્ત થયેલા પી.એસ.આઈ. શ્રી આર.પી. દોડિયાનો સત્કાર સમારંભ યોજાયો હતો. એસ.આઈ.એ. સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલે નવા પી.એસ.આઈ.ને સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનથી વાકેફ કરી, સરીગામ જીઆઈડીસીમાં ફાયર સ્ટેશન, કેમેરા સિસ્ટમ અને મોટા એકમોમાં સેફટીની સુવિધા સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાણકારી આપી હતી. અને એસ્ટેટમાં આકસ્મિક ઘટના સમયે ભીલાડ પોલીસ મથક દ્વારા મળી રહેતો સહયોગ મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી. એસ.આઈ.એ.નાં પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટેએસ્ટેટમાં પોલીસ મથક સ્થાપવા માટે તૈયાર કરેલી ફાઇલની પ્રોસેસ ઘણા સમયથી અટકી પડી હોવાની યાદ તાજી કરી હતી.
ભીલાડ પોલીસ મથકમાં નવા નિયુક્ત થયેલા પી.એસ.આઈ. શ્રી આર.પી. દોડિયાએ એસ્ટેટમાં કેમેરાની કામગીરીની પ્રશંસા કરી હતી. અને વડોદરા ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં કરેલી કામગીરી સરીગામ એસ્ટેટમાં કામ કરવા અગવડતા નહિ પડે હોવાનું જણાવી કાયદાકીય રીતે પૂરતો સહયોગ આપવા આશ્વાસન આપ્યું હતું.
સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનાં સત્કાર સમારંભ પ્રસંગે નોટિફાઇડ અધિકારી શ્રી નીતિનભાઈ ઓઝા, શ્રી દામોદરભાઈ પારેખ, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી સજ્જન મુરારકા, શ્રી મધુકર જોશવા, શ્રી સમિમ રીઝવી, શ્રી સ્વપિ્નલ પાટીલ, શ્રી સપન ઠાકર સહિત સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન કમિટીનાં સભ્યો અને સિનિયર ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
