સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ચીફ ઓફિસર મોહિત મિશ્રા અને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની પહેલનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસ શહેર સ્વચ્છ, સુંદર અને આરોગ્યપૂર્ણ બનાવવા માટે સેલવાસ નગર પાલિકાએ વિવિધ અભિયાનો શરૂ કર્યા છે. જેમ કે કચરા નિર્માણ સ્થળ પર જ કચરાને અલગ અલગ કરવા માટે કચરાપેટીની વ્યવસ્થા, જાહેર સ્વચ્છતાગ્રહોનું નિર્માણ અને જાળવણી, સાર્વજનિક કચરાપેટીની સમય અવધી અનુસાર સાફ સફાઈ, તમામ જાહેર રસ્તાની સાફસફાઈ વગેરે.
જે અંતર્ગત સેલવાસ નગર પાલિકા હર્ષ સાથે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સેલવાસ નગર પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ભારત સરકારના હાઉસીંગ એન્ડ અર્બન મંત્રાલય, નવી દિલ્હી દ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્ટના પ્રબંધનમાં ત્રીજો નંબર મળ્યો છે.
–