Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવાપી

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

વાપી યુનિટોમાં 207 અને સરીગામમાં 365 મળી કુલ 572 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વાપીના ઉદ્યોગપતિ સ્‍વ.એન.આર. અગ્રવાલની 11મી પુણ્‍યતિથિએ વાપી અને સરીગામ યુનિટોમાં રક્‍તદાન શિબિર યોજાઈ હતી. જેમાં 572 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કરી રક્‍તદાન શિબિર સફળ બનાવી હતી.
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લી. અને એન.આર. અગ્રવાલ ઈન્‍ડસ્‍ટ્રીઝના સૌજન્‍યથી સરીગામ એસ.આઈ.એ. હોલમાં રક્‍તદાન શિબિર યોજાઈ હતી. જેમાં 365 યુનિટ રક્‍તદાન અને વાપી યુનિટમાં 207 યુનિટ રક્‍તદાન મળી કુલ 572 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કર્યુ હતું. રક્‍તદાન શિબિર કાર્યક્રમમાં વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈપટેલએ શિબિરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે એ.એસ.આઈ. એસ. શિવદાસન, પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ, વી.આઈ.એ.ના હેમાંગ નાયર અને વેલ્‍ફેર કમિટિ પ્રમુખ બી.કે. દાયમા સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સચિવ શમ્‍મીમ રીઝવીએ કર્યુ હતું. રક્‍તદાન શિબિરમાં હરીયા બ્‍લડ બેંક, લાયન્‍સ બ્‍લડ બેંક અને રેડક્રોસ બ્‍લડ બેન્‍કના કર્મચારીઓએ સરાહનીય સેવા આપી હતી. રક્‍તદાન શિબિરમાં ઉત્‍સાહપૂર્વક યુવાન-યુવતીઓએ પ્રથમવાર રક્‍તદાન કર્યું હતું.

Related posts

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

vartmanpravah

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી અને પારડી તાલુકામાં રૂ.50 કરોડના રસ્‍તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

Leave a Comment