Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહઃ મસાટ ગ્રામ પંચાયત ખાતે ‘ગ્રામસભા’ યોજાઈ

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત રોડ, લાઈટ, પાણી, ગટરવ્‍યવસ્‍થા, આરોગ્‍ય તથા શિક્ષણ અને રોજગારીના મુદ્દાઓ ઉપર કરવામાં આવેલી ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07
દાદરા નગર હવેલીના મસાટ ગ્રામ પંચાયત ખાતે પાદરી ફળીયા ચર્ચ નજીક સરપંચશ્રી રણજીભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુબજ વિકાસ યોજના વર્ષ 2022-23ની કાર્ય યોજના બનાવવા માટે ‘સબકી યોજના, સબકા વિકાસ’ના સૂત્રને ચરિતાર્થ કરવા વિવિધ વિકાસના કામો જેવા કે પાણીની સમસ્‍યા, રોડની સમસ્‍યા, લાઈટ, ગટર, સ્‍વચ્‍છતા વગેરેની સમસ્‍યા તથા શિક્ષણ, આરોગ્‍ય અનેરમત-ગમત તથા રોજગાર જેવા મુખ્‍ય મુદ્દાના કામોને કેન્‍દ્રમાં રાખી આજે યોજાયેલી ગ્રામસભામાં બહાલી આપવામાં આવી હતી. તેની સાથે કોવિડ-19ને લઈને લોકોમાં જાગરૂકતા ફેલાવવા અને રસીકરણનો બીજો ડોઝ અને 15 થી 18વર્ષના બાળકો માટે વેક્‍સિન લેવા માટે ગ્રામજનોને સમજણ આપવામાં આવી હતી. સાથે સામાજીક દૂરી(સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ), માસ્‍ક પહેરવું અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તથા વારંવાર સાબુ કે શેમ્‍પુથી હાથ ધોવા માટે પણ લોકોને શિખામણ આપવામાં આવી હતી. ઉપરાંત ગામના અન્‍ય મુદ્દાઓ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ અવસરે ગામના સરપંચ શ્રી રણજીતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રેખાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્‍યો, ડી.પી.ઓ., સી.ડી.પી.ઓ., સમાજ કલ્‍યાણ અધિકારી-કર્મચારીઓ, ડી.આર.ડી.એ., આરોગ્‍ય વિભાગના અધિકારી, વન વિભાગ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

vartmanpravah

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત મહિલા ગ્રામસભા : દમણવાડા ગ્રા.પં. દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે થનારી ડ્રાઈવિંગ શીખવા માટેની પહેલ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah

Leave a Comment