October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : મુંબઈ ખાતે આયોજીત ‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયનટેરેટરી-2024’નો ખિતાબ દાદરા નગર હવેલીની યુવતિ કુ. રેખા પાંડેએ જીતી લેતા પ્રદેશમાં ખુશીનો માહોલ છવાયો છ.
કુ. રેખા પાંડેનો જન્‍મ સામાન્‍ય પરિવારમાં થયો હતો, એમના પિતા શ્રી વિનોદ પાંડે સેલવાસમાં એક નાનો ઢાબો ચલાવી એમના પરિવારનું ગુજરાન ચલાવે છે. કુ. રેખાની સફર આસાન ન હતી, પરંતુ એમણે સંઘર્ષને એક અવસરમાં બદલ્‍યો છે. કુ. રેખાએ હંમેશા ‘સંઘર્ષ જ જીવન છે’ના વિચાર સાથે ‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024’ની સ્‍પર્ધામાં ભાગ લીધો હતો અને એને પોતાના નામે કર્યો હતો.
‘ફેમિના મિસ ઇન્‍ડિયા’ સ્‍પર્ધા ફક્‍ત ભારતમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્‍તર પર પણ પ્રતિષ્ઠિત છે. સેલવાસની કુ. રેખા પાંડેએ પોતાના આત્‍મવિશ્વાસ, પરિપક્‍વતા અને સમાજ પ્રત્‍યે જાગૃત વિચારથી દરેકને પ્રભાવિત કર્યા છે. જજ અને દર્શકોના દિલ જીતનાર કુ. રેખાએ એ સાબિત કર્યું છે કે સૌંદર્ય અને બુદ્ધિમત્તાનો સંગમ કેવી રીતે સમાજમાં પરિવર્તન લાવી શકે છે.
અત્રે યાદ રહે કે, કુ. રેખા પાંડેએ આંતરરાષ્ટ્રીય વાણિજ્‍ય ઓલમ્‍પિયાડમાં કાંસ્‍ય પદક પણ જીત્‍યો છે અને પ્રદેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્‍તરે રોશન કર્યું છે. એમનું માનવું છે કે સૌંદર્ય પ્રતિયોગિતા ફક્‍ત ગ્‍લેમર સુધી સીમિત ન હોવી જોઈએ. તેઓ ભવિષ્‍યની યોજનાઓમાં મહિલાઓનેસશક્‍તિકરણ અને શિક્ષણ ક્ષેત્રમાં મદદરૂપ કાર્ય કરશે. તેમણે મેળવેલી સિદ્ધીનો ઉપયોગ સમાજના વંચિત વર્ગો માટે કરશે જેથી તેઓ પોતાનું સપનુ સાકાર કરી શકે. કુ. રેખા પાંડેની આ ઉપલબ્‍ધિ દા.ન.હ. માટે ગર્વની ક્ષણ છે. એમનો સંઘર્ષ, સમર્પણ અને જીત એ વાતનું પ્રમાણ છે કે કોઈપણ સપનું મોટું નથી હોતુ, બસ એને પામવા માટે દ્રઢ નિヘય અને મહેનત જરૂરી છે.

Related posts

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે પી.એમ.જે.એ.વાય– મા કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્‍યઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

vartmanpravah

Leave a Comment