Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

  1. વાપી-વલસાડમાં નાઈટ કરફયુ લાગવાથી હોટલ વ્‍યવસાય ઉપર માઠી પડેલી માઠી અસર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
વલસાડ જિલ્લામાં કોરોનાના બેફામ વધી રહેલા સંક્રમણ બાદ કોરોનાને નિયંત્રિત કરવા માટે સરકારે ગુજરાતના અન્‍ય શહેરો સાથે વલસાડ-વાપીમાં પણ રાત્રી કરફયુ લગાડી દેવામાં આવ્‍યો છે. તેથી હોટલ વ્‍યવસાય ઉપર કરફયુની માઠી અસર પડી છે. રવિવારે વલસાડ સીટી પોલીસમાં પોલીસ અને હોટેલ એસોસિએશનન સાથે મહત્‍વની મીટીંગ યોજાઈ હતી.
ડીવાયએસપી શ્રી મનોજસિંહ ચાવડાની અધ્‍યક્ષતામાં યોજાયેલ હોટેલ એસોસિએશનની મીટીંગમાં પ્રમુખ ઈલીયાસ મલેકે પોલીસને રજૂઆત કરી હતી કે કરફયુમાં હોટેલ ચાલુ રાખવાની 10 વાગ્‍યાની મર્યાદા છે તે 11 વાગ્‍યા સુધીની પરમીશન મળે તો સારુ કારણ કે કોરોનામાં બે વર્ષથી હોટેલ વ્‍યવસાય પડી ભાગ્‍યા છે.
પોલીસે જણાવ્‍યું હતું કે સમયમર્યાદા સુધી 75 ટકા ગ્રાહકો સાથે હોટેલ ખુલ્લી રાખી શકાશે તેમજ પાર્સલ ડીલેવરી રાત્રે 11 વાગ્‍યાસુધી કરી શકાશે તેવી પોલીસે સવલત આપી હતી.

Related posts

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment