October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ/દીવ, તા.11
સંઘપ્રદેશ દમણમાં આજરોજ 540 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 1પ કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 71 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3531 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ કોઈપણ વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી નથી.
પ્રદેશમાં આજરોજ નવા 06 કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં (1) રમણભાઈની બિલ્‍ડીંગ, દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ,ની સામેદાભેલ, નાની દમણ (ર) સુભાષ ચોલ, આમલિયા, દાભેલ, નાની દમણ (3) મંગલમૂર્તિ એપાર્ટમેન્‍ટ, એ-વિંગ, ખારીવાડ, દમણ (4) મેહુલ ચોલ, અર્જન ફળિયા, કચીગામ, નાની દમણ,(પ) શાંતિલાલની ચાલ, રિંગણવાડા, નાની દમણ અને (6) ખુશ્‍બુ ચોલ, સોમનાથ નાની દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણમાં કુલ 27 કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર છે. જેમાં દાભેલ -17, કચીગામ-0ર, દુણેઠા-04, નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-03 અને મોટી દમણ નગર પાલિકા વિસ્‍તારમાં 01 કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર છે.
જ્‍યારે દાનહમાં નવા 12કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 47 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5928 કેસ રીકવર થઇ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મ મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 587 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 12 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 144 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો ન હતો. કુલ 08 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમા 1ર કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જ્‍યારે આજરોજ 01 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામાઆવ્‍યું હતું. જેમા આજે 3089 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
પ્રદેશમાં પ્રથમ ડોઝ 433126 અને બીજો ડોઝ 301039 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેક્‍યુશન ડોઝ 572 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 734737 લોકોને વેક્‍સીન આપવામા આવી છે. આજરોજ દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Related posts

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘વિશ્વ યોગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

Leave a Comment