Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

સંજાણ, ધોડીપાડા બંગલામાં, ધરમપુર જીઈબી ઓફિસ, પરિયાર રોડ સોનીની દુકાન, રાતા, ધરમપુર, રોડ ઉપર મંદિર સહિત અનેક બંગલામાં ચોરીના ભેદ ઉકેલાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચ સ્‍ટાફે બે રીઢા ગુનેગાર ચોર ધાડપાડુઓને ઉમરગામ મલાવ ફાટક પાસેથી ઝડપી પાડયા હતા. બન્ને આરોપીઓ ઉપર અનેક પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે. ઘર, બંગલા, મંદિરો, ઓફિસ અને દુકાનોને ટારગેટ કરી ચોરી, લૂંટ, કરી નાસતા ફરતા હતા. જે પોલીસના હાથે ઝડપાઈ જતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
એલ.સી.બી. સ્‍ટાફે બાતમીના આધારે મલાવ ફાટક ત્રણ રસ્‍તા ઉપરથી આરોપી લાલજીભાઈ લક્ષીભાઈ વળવી(ઉ.વ.40) રહે. વેરી ભવાડા કાસટ ફળીયુ તા. કપરાડા તથા વિઠ્ઠલ બચુ બરફ(વારલી) ઉ.વ.પપ રહે. ગામબુટવટ સાંવરપાડા તા. કપરાડાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના-રૂા.60,940, મોબાઈલ નં.3 6000 રૂા., રોકડા 189પ1 રૂા તથા ચલણી સિક્કા 4491, ઇકો કાર કિં.પાંચ લાખ મળી બન્ને પાસેથી રૂા.પ.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બન્નેની તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બંને આરોપી સહિત અન્‍ય સાગરીતોએ મળીને સંજાણ, ધોડીપાડામાં બે બંગલા, ધરમપુરમાં જી.ઈ.બી.ઓફિસ, પરીયા રોડ ઉપર સોનીની દુકાન, રાતા અને ધરમપુર રોડ ઉપર આવેલ બે મંદિરો અને અન્‍ય ઘરફોડ ચોરી કરી હોવાના ગુનાની કબુલાત આરોપીઓએ કરી છે.
ગુનેગારો વિરુદ્ધ ઉમરગામ, વલસાડ રૂરલ, તલાસરી (મહારાષ્‍ટ્ર), મનોર મહારાષ્‍ટ્ર, સેલવાસ, ઘોલવાડ(મહારાષ્‍ટ્ર), નવસારી, વાંસદા અનેક પોલીસ સ્‍ટેશનમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલ છે.પોલીસે રીઢા ધાડપાડુઓને ઝડપી પાડી અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. હજુ ગેંગના અન્‍ય ગુનેગારો ઝડપાશે એવું પોલીસે આજે વલસાડ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.

Related posts

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

Leave a Comment