October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીદેશ

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

અનુસૂચી અંતર્ગત પંચાયત અને ગામમાં સરપંચને જાણ કરવા વગર સ્‍થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્‍ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે નહી

 
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.01
નવસારી જિલ્લાના ચીખલીના તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5નો ઠરાવનું થયું અમલીકરણ અનુસૂચિ 5 વિસ્‍તારમાં આ કાયદાનું ઉલ્લઘન કરશે તો કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ પોલીસ પટેલ તરીકે પંકજ પટેલની નિમુણુંક કરવામાં આવી છે. ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઠરાવ કરી ગામમાં અનુસૂચિ-5નું બોર્ડ ગામ લોકો દ્વારા લગાવી તેના અમલીકરણ માટે ગ્રામજનોએ સંકલ્‍પ લીધો હોવાના દ્રશ્‍યો સામે આવ્‍યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ સાદડવેલ ગામમાં ગ્રામ સભામાં ઠરાવ કરી ગામમાં 5 અનુસૂચિનું બોર્ડ લગાવીતેનું અમલીકરણ કાર્યું છે આ અનુસૂચી અંતર્ગત ગામમાં સરપંચને જાણ કર્યા બાદ જ સ્‍થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્‍ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે. તેમજ ડીજીવીસીએલનું ચેકીંગ વાળા પણ જાણ કર્યા પછી જ ગામમાં પ્રવેશ કરી શકશે. 
આ ઉપરાંત ઠરાવોમાં બિરસા મુંડા સ્‍થાપના માટે જગ્‍યાનો ઠરાવ, આધુનિક સ્‍મશાનનો ઠરાવ,ગામમાં કંપની કે ફેક્‍ટરીમાં 80ટકા ગામના લોકોનો સમાવેશ, તળાવો ઊંડા કરવા ,રસ્‍તા પાણી વગેરે ઠરાવો, કેરોસીન ફરીથી ગામ લોકોને મળે તેનો ઠરાવ, ગામનો સ્‍થાનિક ખેડૂત સિવાય જમીન લે વેચ કરે તો 1 ટકા રકમ લેનાર અને વેચનાર પંચાયતમાં લોક ફાળો આપવાનું નક્કી થયું હતું.

Related posts

દાનહ-દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં તથા વિભાગોમાં પી.આઈ. અને પી.એસ.આઈ.ની નિમણૂંક ઓર્ડર કર્યા

vartmanpravah

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

Leave a Comment