October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

ધારાસભ્‍યો, જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકારો રેલીમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
કોરોનામાં મૃતક થયેલા પરિવારને સરકાર દ્વારા પ0 હજારની સહાય આપવામાં આવી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્‍યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત વાપી શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોરોના મૃતકો વળતર પ0હજારની નહી પણ ચાર લાખ આપે એવી માંગણી કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. તેઓના પરિવારને સરકાર પ0 હજારની સહાય આપી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરીને વળતર 4 લાખ આપવાનીમાં આવે એ માટે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. રેલીમાં જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, પ્રભારી એમ.એબ.એ પુનાજી ગામીત, ચીખલી ધારાસભ્‍ય શ્રી અનંત પટેલ, શહેર પ્રમુખ શ્રી નિમેશ વશી અને પાલિકા વિરોધપક્ષના નેતા ખંડુભાઈ અને કાર્યકરો જોડાયા હતા.

Related posts

વલસાડના નાનાપોંઢા પોલીસે ગુમ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment