(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.30: નવયુગ ગ્રુપ દમણના રાણા શેરીવાસીઓ દ્વારા તેઓના પ્રિય નેતા, માર્ગદર્શક શ્રી વિશાલભાઈ ટંડેલનો જન્મ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાણા શેરીવાસીઓ દ્વારા શ્રી વિશાલભાઈ ટંડેલને તંદુરસ્ત આરોગય અને લાંબા આયુષ્યનીકામના કરી હતી અને ઉજ્જવળ રાજકીય ભવિષ્યની શુભેચ્છા પણ પાઠવી હતી.
જન્મદિવસની ઉજવણીનું આયોજન શ્રી રવિ રાણા, શ્રી વિજય રાણા, શ્રી હર્ષદભાઈ રાણા, શ્રી રાજેન્દ્ર રાણા, શ્રી અનિલ રાણા તથા રાણા શેરીના યુવાનો અને મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.