Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પોલીસે સાયલી ગામેથી બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ઓપરેશન નારકોસ અંતર્ગત બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીઓને ગિરફ્‌તાર કરવામા આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીના નિર્દેશ અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈનના માર્ગદર્શનમાં સાયલી વિસ્‍તારમાથી અંદાજીત બે કિલો ગાંજો જપ્ત કરી એમા સામેલ ત્રણ લોકો વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી આરોપી (1) આસિફ ફિરોઝ શેખ, રહેવાસી ડુંગરપાડા સાયલી,(ર) રજનીશ બનારસી પ્રસાદ ગુપ્તા રહેવાસી રખોલી અને (3) દિપક સુનિલ ખરવાર રહેવાસી પ્રમુખ વિહાર ગેટ ઉલ્‍ટન ફળીયા સેલવાસ મૂળ રહેવાસી યુપી.જેઓ સાથે એવા વ્‍યક્‍તિઓને પણ હિરાસતમા લેવામા આવ્‍યા છે. જેઓ નશીલી દવાઓ અથવા મન પ્રભાવી પદાર્થોનુ સેવન કરે છે તેઓનું કાઉન્‍સિલિંગ કરવામા આવે છે અને પછી એમના માતાપિતાને અથવા તો જવબદાર વ્‍યક્‍તિને સોપવામા આવે છે. તેઓને ચેતવણી પણ આપવામા આવે છે કે ભવિષ્‍યમાં આ પ્રકારના કળત્‍યમાં સામેલ જોવા મળશે તો તેઓ સાથે પણ એક અપરાધીની જેમ કાર્યવાહી કરવામા આવશે. 15 વ્‍યક્‍તિઓને હિરાસતમા લેવામા આવ્‍યા હતા અને એ વ્‍યક્‍તિઓ વિરુદ્ધ નિવારક કાર્યવાહી કરવામા આવી છે.
દાનહ પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, સામાન્‍ય જનતાએ પણ આ નારકોસને સફળ બનાવવા માટે સર્વેની ભાગીદારી જરૂરી છે, જો કોઈને જાણકારી હોય કે નાર્કોટિક્‍સ ડ્રગ અથવા સાઈકોટ્રોપિક પદાર્થ વેચવામા આવતુ હોય અથવા એનું સેવન કરવામા આવી રહ્યુ હોય તો પોલીસને જાણ કરવી જોઈએ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામા આવશે.

Related posts

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

સ્‍કિલ ઈન્‍ડિયા ‘કૌશલ ભારત, કુશલ ભારત’ અંતર્ગત દમણની આલ્‍કેમ લેબોરેટરીઝની આવકારદાયક પહેલઃ મહિલાઓના સ્‍વાવલંબન કાર્યક્રમનો આરંભ

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

Leave a Comment