સુમિતે 63.5-67 કિલોગ્રામની શ્રેણીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી નિશ્ચિત કરેલો પદક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02: મધ્ય પ્રદેશમાં ચાલી હેલ ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્સર શ્રી સુમિતે 63.5-67 કિલોગ્રામ વજન શ્રેણીમાં વ્યક્તિગત સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરતા દિલ્હીના બોક્સર શ્રી કુણાલને 5-0થી પરાજીત કરીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ જીતની સાથે જ શ્રી સુમિતે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં પદક નિશ્ચિત કર્યો છે.
અત્રે યાદ રહે કે, શ્રી સુમિત જુનિયર વર્ગના ખેલાડી છે. પરંતુ બોક્સિંગ મુકાબલમાં શાનદાર પ્રદર્શન કરતા દિલ્હીના બોક્સરને 5-0થી હાર આપી છે. શ્રી સુમિતે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે સાથે પ્રદેશનું નામ રોશન કર્યું છે જે સંઘપ્રદેશ માટે ગૌરવની ઘડી છે.
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ મધ્યપ્રદેશના 8 શહેરોમાં યોજાઈ રહી છે. જેમાં યુવાઓ માટે ઘણી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.